Only Gujarat

Health

પેશાબ રોકવાની ભૂલ તમને પડી શકે છે ખૂબ જ ભારે, સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર

આપણે જીવનમાં ઘણી વખત એવી ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ, જેની આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવી જ એક ભૂલથી પેશાબ બંધ થઈ જાય છે.

ઘણી વખત લોકો મજબૂરીમાં તો ઘણી વખત જાણીજોઈને પેશાબ રોકવાનો પ્રયાસ કરે છે. કાયમ એવું થાય છે કે પેશાબ લાગવા પર આપણે તરત જઈ શકતા નથી. આવી સ્થિતિમાં, પેશાબ જબરદસ્તી રોકવો પડે છે.

જોકે, શરીરમાં થતી કુદરતી પ્રવૃત્તિને બંધ કરવી સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

જો તમે વારંવાર પેશાબ રોકવાની ભૂલ કરો છો, તો તમારે ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પેશાબ બંધ થવાથી કિડનીમાં પથરી થઈ શકે છે, જેના કારણે ઘણો દુઃખાવો થાય છે અને સર્જરી કરાવવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.

પેશાબ રોકવાથી બ્લેડર સ્ટ્રેચિંગ અને યુરિન લીકેજની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. પેશાબ બંધ થવાથી બ્લેડરના સ્નાયુઓ ખેંચાઈ છે અને નબળા પડી જાય છે.

You cannot copy content of this page