એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ઝડપથી ઊતારો વજન, બસ કરવાનું રહેશે માત્ર આ એક કામ

અમદાવાદઃ પાણી આપણાં જીવનનો અગત્યનો હિસ્સો છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ જરૂરિયાત પ્રમાણે પાણી પીવું જરૂરી છે. મોટાભાગે સલાહ આપવામાં આવે છે કે ઝેરી તત્વનો શરીરની બહાર કાઢવા માટે તથા શરીરની અંદરની સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તે માટે રોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. રોજ સવારે ગરમ પાણી તથા લીંબુ નાખીને પીવું જોઈએ. આ મેટાબોલિઝ્મને મજબૂત કરે છે.

ખરી રીતે જાપાનીઝ લોકો આ વાતને ગંભીરતાથી લે છે. તેઓ ખાસ પ્રકારની વોટર થેરપીનો ઉપયોગ કરે છે. આ થેરપી વજન ઊતારવાની સાથે સાથે ફિટનેસ માટે પણ લોકપ્રિય છે. આ થેરપીનો હેતુ રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સંતુલન કરવાનો છે.

શું છે જાપાની વોટર થેરપી? મોટાભાગની બીમારીઓ પેટની સમસ્યાને કારણે થાય છે. જાપાની વોટર થેરપી આંતરડાને સાફ કરે છે અને પાચનક્રિયા મજબૂત કરે છે. જાપાની પારંપરિક ચિકિત્સામાં સવારે ઊઠીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. સવારના શરૂઆતી કલાકોને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સમયે પાણી પીવાથી પાચનતંત્ર ઠીક થાય છે અને વજન પણ ઘટે છે. આ ઉપરાંત વિવિધ બીમારીમાં રાહત મળે છે.

જાપાની વોટર થેરપીના ફાયદાઃ સ્ટ્રેસ લેવલ ઘટાડે છે. આ સાથે જ વજન કંટ્રોલમાં રાખે છે. આખો દિવસ એનર્જી રહે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાને કારણે મેટાબોલિઝ્મ પણ સ્ટ્રોંગ રહે છે.

જાપાની થેરપીનો ઉપયોગ કેવી રીતે કરવો? સવારે વહેલા ઊઠીને નરણે કોઠે ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવાનું છે. આ પાણી હુંફાળું અથવા રૂમ ટેમ્પ્રેચર પર હોવું જોઈએ. તમે પાણીમાં લીંબુના રસના ટીપાં પણ નાખી શકો છો.

પાણી પીધા બાદ બ્રશ કરવો. 45 મિનિટ સુધી કંઈ જ ખાવાનું નથી. ત્યારબાદ તમે તમારું નિયમિત રૂટીન શરૂ કરી શકો છો. ભોજનના બે કલાક સુધી કંઈ જ પાણી કે ભોજન લેવાનું નથી. સીનિયર સિટિઝને વહેલી સવારમાં એક ગ્લાસ પીણી પીવું જોઈએ. ધીમે ધીમે પાણીની માત્રા વધારવી જોઈએ. જો તમે એક સાથે 4 ગ્લાસ પાણી ના પી શકો તો એક ગ્લાસ પાણી પી લીધા બાદ વચ્ચે થોડી સેકન્ડનો બ્રેક લો. આયુર્વેદે પણ સ્વીકાર્યું છે કે ગરમ પાણીથી તમે વજન ઘટાડી શકો છો.

ઠંડું પાણી ના પીવુઃ આટલું જ નહીં ઠંડું પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ. બ્લડ પ્રેશર વધી શકે છે. તમે પહેલેથી બીમાર હોવ કે પછી તમે પહેલી જ વાર આ થેરપીનો ઉપયોગ કરવા માગતા હોવ તો તમારા ડૉક્ટરનો સંપર્ક કર્યા બાદ જ શરૂ કરવી.