Only Gujarat

Health

વિટામિન Pથી શરીરને મળે છે આ 6 મોટા ફાયદા, બિમારીથી બચવા આ ફ્રૂટ્સ ખાવાનું આજે જ શરૂ કરો

વિટામિન Pને ફ્લેવોનોઈડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રિયલ વિટામિન નથી પરંતુ એન્ટિઓકિસડન્ટ અને ઈન્ફ્લામેટરી સાથે ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો વર્ગ છે. તે સામાન્ય રીતે છોડ આધારિત ખાદ્ય પદાર્થોમાં જોવા મળે છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો સાથે જોડાયેલું છે. વિટામિન Pથી આપણાં શરીરને શું ફાયદા થાય છે, તેના વિશે જાણીએ. તેમજ આપણે આપણાં ખોરાકમાં વિટામિન Pનો સમાવેશ કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે જાણીએ…

વિટામિન Pના 6 ફાયદા

1. હૃદય માટે ફાયદાકારક
વિટામિન Pયુક્ત ખોરાક લેવાથી બ્લડ વેસલ્સ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે અને તેનાથી તમારા હ્રદયને પણ ખૂબ ફાયદો થાય છે. તેનાથી હૃદય રોગના જોખમો ઘટે છે.

2. ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવું
વિટામિન P એન્ટિઓકિસડન્ટ તરીકે કામ કરે છે. આ તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને તમારા સેલ્સને પણ ડેમેજ થતા બચાવે છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને બીમારીઓથી લડવાથી ક્ષમતા વધે છે.

3. ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદરૂપ
વિટામિન P એન્ટિફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે એટલે જો શરીરમાં ક્યાંય પણ ઇન્ફ્લેમેશન હોય તો વિટામિન Pયુક્ત ખોરાકનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આર્થરાઇટિસ, એલર્જી અને અસ્થમા જેવી બીમારીઓના દર્દીઓને તેના સ્ત્રોતનું સેવન જરૂર કરવું જોઈએ.

4. સ્કિન માટે ફાયદાકારક
વિટામિન Pયુક્ત ખોરાકનું સેવન કરવાથી સ્કિનની કેપિલરીમાં સુધાર જોવા મળે છે. તેનાથી વેરિકોઝ વેન જેવી સમસ્યાનું જોખમ પણ ઘણા અંશે ઘટી જાય છે. જેમની સ્કિન પર જરા પણ ઈજા થવા પર ઘાવ થઈ જાય છે તેમના માટે વિટામિન P ખૂબ ફાયદાકારક છે.

5. આંખો માટે મદદરૂપ
વિટામિન Pનું સેવન કરવાથી તમારી આંખોની બ્લડ વેસલ્સને લાભ મળે છે અને હેલ્ધી બ્લડ વેસલ્સ મળવામાં મદદ થાય છે. તેનાથી આંખો સંબંધી સમસ્યા દૂર થાય છે અને વિઝનમાં સુધાર આવે છે.

6. કેન્સરથી બચાવ
વિટામિન Pમાં ફ્લેવેનોઇડ્સ હોય છે જેમાં એન્ટી કેન્સર પ્રભાવ હોય છે. તેનું સેવન કરવાથી કેન્સર સેલ્સનું વિકાસ અટકે છે અને અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટી જાય છે. એટલે તમને જો કેન્સરના કેટલાક લક્ષણ દેખાય તો આ વિટામિનના સ્ત્રોતોનું સેવન કરી શકાય છે.

વિટામિન Pના સ્ત્રોત
– ખાટ્ટા ફળો જેમ કે, મોસંબી, નારંગી, લીંબુ, આમળા વગેરે લેવા.
– ડાર્ક ચોકલેટમાં વિટામિન પી પણ મોટી માત્રામાં જોવા મળે છે.
– જો તમે બેરીઝના શોખીન છો તો રાસબેરી, બ્લૂબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરીનું સેવન કરવાથી વિટામિન P મળે છે.
– સફરજનમાં પણ ક્વેર્સેટિન નામનું ફ્લેવેનોન હોય છે, જે વિટામિન Pનો સારો સ્ત્રોત છે.
– ગ્રીન ટીનું સેવન કરવાથી પણ તમને વિટામિન P મળે છે.
– આ સિવાય લીલા અને પાંદડાવાળા શાકભાજી જેમ કે કેળાં, પાલક અને બ્રોકોલી વગેરેનું સેવન કરવાથી પણ તમને આ વિટામિન સારી માત્રામાં મળે છે.

You cannot copy content of this page