Only Gujarat

Health

78000 કરોડ રૂપિયાના બિઝનેસની માલિક છે આ યુવતી, મુકેશ અંબાણી અને ટાટાને આપે છે ટક્કર

રિટેલ અને હોસ્પિટાલિટીમાં અગ્રણી લેન્ડમાર્ક ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર નિશા જગતિયાનીની ગણતરી આજે સફળ બિઝનેસમેનમાં થાય છે. આ ગ્રુપનો બિઝનેસ વિશ્વના 20 થી વધુ દેશોમાં ફેલાયેલો છે. લેન્ડમાર્ક ગ્રુપ મધ્ય પૂર્વ, આફ્રિકા અને ભારતમાં 2,300 સ્ટોર ધરાવે છે. નિશા જગતિયાની 9.5 બિલિયન યુએસ ડોલર એટલે કે 78,000 કરોડ રૂપિયાથી વધુની માલિક છે. ગ્રુપની અંદર, નિશા હોમ ગ્રોન બ્રાન્ડ લાઇફસ્ટાઇલ માટેની વ્યૂહરચના પર દેખરેખ રાખે છે. આ ઉપરાંત નિશા જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપમાં હ્યુમન રિસોર્સ, કોમ્યુનિકેશન અને સીએસઆરના વડા પણ છે.

નિશા જગતિયાની કેટલી ભણેલી છે

લેન્ડમાર્ક ગ્રુપની માલિક નિશા જગતિયાનીએ લંડનની કિંગ્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ લીડરશિપ પ્રોગ્રામ પણ કર્યો છે. તે દુબઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ઈનોવેશનની બોર્ડ મેમ્બર પણ છે. તે ઉદ્યોગપતિ મિકી જગતિયાનીની પુત્રી છે, જેની ગણતરી દુબઈના સૌથી ધનિક ભારતીયોમાં થાય છે. આ વર્ષે 23 મેના રોજ મિકી જગતિયાનીનું નિધન થયું હતું.

મિકી જગતિયાનીની સક્સેસ સ્ટોરી

તેમણે ટેક્સી ડ્રાઈવર અને હોટલ ક્લીનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને આજે એક અબજ ડોલરનો બિઝનેસ કર્યો છે. આ માટે તેમણે ઘણી મહેનત કરી. મુકેશ ‘મિકી’ જગતિયાનીએ મધ્ય પૂર્વ અને પછી લંડન જતા પહેલા ચેન્નઈ અને મુંબઈમાં શાળામાં અભ્યાસ કર્યો હતો. બાદમાં આજીવિકા મેળવવા માટે તેમણે કોલેજ છોડી દીધી અને ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. 1973માં તેમણે બેબી પ્રોડક્ટની દુકાનથી બિઝનેસ શરૂ કર્યો અને સફળતાના શિખરે પહોંચ્યા.

લેન્ડમાર્ક ગ્રુપ ટાટા-અંબાણીની કંપની સાથે સ્પર્ધા કરે છે

મિકી જગતિયાની બાદ હવે તેમની પત્ની રેણુકા લેન્ડમાર્ક ગ્રુપની સીઈઓ છે. તેમની પુત્રી નિશા જગતિયાની અને ભાઈ-બહેન રાહુલ અને આરતી જગતિયાની લેન્ડમાર્ક ગ્રુપનું સંચાલન સંભાળે છે. લેન્ડમાર્ક ગ્રુપ ભારતમાં રિટેલ ક્ષેત્રે જાણીતું નામ છે. આ ગ્રુપ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ અને ટાટા ગ્રુપની ટ્રેન્ટ સાથે સ્પર્ધા કરે છે. લેન્ડમાર્ક ગ્રુપ એપેરલ, ફૂટવેર, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને કોસ્મેટિક અને બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે હોસ્પિટાલિટી અને હેલ્થ સેક્ટરમાં પણ રોકાણ ધરાવે છે.

You cannot copy content of this page