સામાન્ય શરદી પણ તમને કોરોનાવાઈરસની ચપેટમાં લઈ શકે છે પરંતુ આ જ તમને બચવામાં કરશે મદદરૂપ

નવી દિલ્હીઃ જર્મનીની Tubingen Universityના સંશોધકે કોવિડ-19ના સંક્રમણ બાદ સાજા થઇ ગયેલા અને નોર્મલ વ્યક્તિના બ્લડ સેલ્સ લઇને એક તુલનાત્મક અભ્યાસ કર્યો છે.

એક નવા અભ્યાસના તારણ મુજબ સામાન્ય શરદી આપણાં શરીરમાં થોડી ઘણી ઇમ્યૂનિટી વધારી શકે છે. ઇમ્યૂનિટીનું મુખ્ય કારણ ટી-સેલ્સ હોય છે. ટી સેલ્સ વ્હાઇટ બ્લડસેલ્સનો જ એક ભાગ હોય છે અને તે કોરોના વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક વધારવામાં મદદ કરે છે. ક્ષમતા પ્રદાન કરે છે. Tubingen Universityના સંશોધકે કોવિડ-19ના સંક્રમણ બાદ સાજા થઇ ગયેલા અને સ્વસ્થ વ્યક્તિના બ્લડના સેલ્સ લઇને તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.

81% લોકોમાં પોઝિટિવ રિસ્પોન્સઃ આ રિસર્ચ દરમિયાન સંશોધકોએ જોયું કે 81% સ્વસ્થ લોકોમાં કોરોના સામે લડવાની ક્ષમતા એટલે રોગપ્રતિકાર શક્તિ જોવા મળી. આ લોકોમાં ટી સેલ્સનો રિસ્પોન્સ સારો હતો. જોકે, આ રિસર્ચ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આ 81% લોકોને થોડા દિવસ પહેલા જ સામાન્ય શરદી થઇ હતી. સાામાન્ય શરદીમાં પણ એક પ્રકારનો કોરોના વાયરસ એક્ટિવ હોય છે. વર્તમાન કોરોના વાયરસને Sars-Cov-2 એવું વૈજ્ઞાનિક નામ અપાયું છે.

પહેલી વખત જ નથી થયું આ રિસર્ચઃ કોવિડ-19ને સામાન્ય શરદી સાથે જોડવામાં આવી હોય તેવું પહેલી વખત નથી થયું. આ પહેલા પણ આ પ્રકારના કેટલાક રિસર્ચ થયા હતા. ગત મહિને થયેલા બે રિસર્ચનું તારણ હતું કે, સામાન્ય શરદીથી કોરોના સામે લડવા માટેની ક્ષમતા વધે છે એટલે સામાન્ય શરદીથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ થોડી બૂસ્ટ થાય છે.

ટી- સેલ્સના રિસ્પોન્સને વધુ સારી રીતે સમજવાની જરૂરઃ સંશોધન કરનાર વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે, આ પ્રક્રિયામાં ટી-સેલ્સની ભૂમિકા વધુ સારી રીતે સમજવાથી કોવિડ-19ની વેક્સિન કે દવા બનાવવામાં મદદ મળી શકે છે. લંડનના જેનેટિક્સ સ્કૂલના ડાયરેક્ટર પ્રોફેસર ફ્રેંકોઇસ બલોક્સે જણાવ્યું કે, પ્રી એક્જિસ્ટિંગ ટી-સેલ્સની ઇમ્યૂનિટી શોધવાની પ્રોસેસ રસપ્રદ છે. આ એક સારા સમાચાર છે કે, આ રિસર્ચથી વેકિસન તૈયાર કરવામાં પણ મદદ મળી શકે છે.