ટીના અંબાણીની વહુ ક્રિશા અંબાણીએ પતિ અનમોલ માટે લખી રોમેન્ટિક કવિતા

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મોટી વહુ ક્રિશા અંબાણીએ પોતાના લગ્નની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે પતિ સાથે જોવા મળી રહી છે. તેની પોસ્ટમાં તેણે પતિ માટે રોમેન્ટિક કવિતાઓ પણ શેર કરી છે. લગ્નના લગભગ દોઢ વર્ષ બાદ અનિલ અંબાણી અને ટીના અંબાણીની વહુ ક્રિશા અંબાણીએ પતિ અનમોલ અંબાણી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તેણે ઉર્દૂ કવિ રૂમીની કેટલીક કવિતાઓ અને હેશટેગ #LOVEnotfear લખ્યું છે.

પતિ સાથે શેર કરેલા ફોટામાં ક્રિશા શાહે લખ્યું- ‘તુમ્હારી છાંવ મે મૈં પ્યાર કરના શીખતી હું. તુમ મેરે દિલ મેં નૃત્ય કરતે હો, જહાં કોઈ તુમ્હે નહીં દેખતા, પરંતુ કભી-કભી મૈં દેખતી હું. પ્રેમ કી શક્તિ મુઝમે આ ગઈ હૈ ઔર મૈં શેર કી તરહ ક્રૂર ઔર સાંઝ કે તારે કી તરહ કોમલ હો ગઈ હું.’

ક્રિશા અંબાણીએ આગળ લખ્યું- ‘પ્રેમી ઇસ હિંસક દુનિયા મેં કહીં સુનસાન ઔર ખૂબસૂરત જગહ ઢૂંઢતે હૈ. જહાં વે એક-દૂસરે કે સાથ હોતે હૈ.’ તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ કવિતાઓ રૂમીએ લખી છે.

ક્રિશા અંબાણીની તસવીરો તેના લગ્નની છે. જેમાં બંને કપલ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીનાના મોટા દીકરા અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી, 2022ના રોજ મુંબઈમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ડિસ્કોની સીઈઓ અને સહ-સ્થાપક ક્રિશા શાહ સાથે થયા હતા.

તેમના લગ્ન અનિલ અંબાણીના કફ પરેડ નિવાસસ્થાન ‘સી વિન્ડ’ ખાતે થયા હોવાનું કહેવાય છે. આ લગ્નમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનથી લઈને ઘણી મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ સામેલ થયા હતા. લગ્નની તસવીરોમાં નીતા અંબાણી અને ઈશા અંબાણી પણ જોવા મળ્યા હતા.