Only Gujarat

Religion

આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ: કોના મનોરથો સફળ થશે અને કોને રાખવી સાવધાની, વાંચો રાશિફળ

રાશિફળ: 29-11-2020 : આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ કોના મનોરથો સફળ કરશે? જુઓ તમારું રાશિફળ..

મિત્રો, આજે તારીખ 29-11-2020ના રવિવારે કારતક સુદ ચૌદસ છે. આજે વૈકુંઠ ચતુર્દશીનો ઉપવાસ કરવાનો છે સાથે જ જૈન સંપ્રદાયની ચૌમાસી ચૌદસની સાથે વ્રતની પૂનમ છે ત્યારે આજના દિવસે આપની રાશિ પ્રમાણે મંત્રથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તેમની કૃપા બની રહેશે.

મેષઃ સરકારી કામકાજ સાથે જરૂરી સુધારો જણાય તેમજ આપની ઓળખ અને આવકમાં જરૂર વૃદ્ધિ થતી જણાય સાથે જ સ્વભાવમાં ઉગ્રતા ઓછી કરવાનાં પ્રયાસ કરશો કારણ કે સ્નેહીજનો સાથે અણબનાવના પણ સંકેત છે.

  • કાર્યક્ષેત્ર: વેપાર-રોજગાર ક્ષેત્રે ઘણા લાંબા સમયથી અટવાયેલા બાકી રહેલાં અપેક્ષિત કાર્યો કાર્યરત થાય.
  • પરિવાર: સ્ત્રીઓને સંતાન તરફી ચિંતા રહે સાથે જ દાંપત્ય જીવનમાં મધુરતા રહે.
  • નાણાકીય: જમીન, મકાનના રીનોવેશન માટે શુભ ખર્ચ થાય, કૌટુંબિક મિલકત મળવાના યોગ નકારી શકાય નહીં.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ-રુચિ લેતા જણાશે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તીમાં નવીન ઊર્જાનો સંચાર થાય.
  • આજનો મંત્ર: ॐ गरुडध्वजाय नमः

વૃષભઃ આપનું પૂર્વપુણ્ય જાગૃત થાય સાથે જ નાના ભાઈ બહેનો કે અડોશ-પડોશ સાથે સંબંધ સાનુકૂળ બની રહે પરંતુ પરણિત વર્ગે પરસ્પર અણબનાવ ન થાય તેની ખાસ સંભાળ રાખવી, ટૂંકી મુસાફરીના સંભવ બની શકે.

  • કાર્યક્ષેત્ર: ધંધાકીય પ્રગતિ શક્ય બનશે, ધંધાના વ્યાપ-વિસ્તાર અંગે એકાદ દૂર દેશનો પ્રવાસ સંભવ બને.
  • પરિવાર: ભાઈભાંડુ તરફથી ભેટસોગાદ મળે, કૌટુંબિક વાતાવરણ મિશ્ર રહે.
  • નાણાકીય: જમીન, મકાન, મિલકત ખરીદવા કે રોકડ નાણાંનો ઉપયોગ ભૂમિગત ક્ષેત્રે રોકાણ કરવા જેવું છે.
  • વિદ્યાર્થી વર્ગ: ડીગ્રી વર્ગના વિદ્યાર્થીઓને ઇચ્છિત ફળ મળે.
  • સ્વાસ્થ્ય: ઉંઘ, આહારમાં થોડી અનિયમિતતા રહેશે.
  • આજનો મંત્ર: ॐ परब्रह्मणे नमः

 મિથુનઃ આજે આપના સાહસ અને પરાક્રમથી પ્રસંશનીય કાર્યો થાય જે આપના વ્યક્તિ વિકાસ અને ઓળખમાં ચાર ચાંદ લગાડશે તથા પ્રવાસનું સુંદર આયોજન પણ આપ કરી શકશો, પ્રેમી-પંખીડાને મિલનની તક મળે.

  • કાર્યક્ષેત્ર: કામકાજમાં સફળતા આપની ઈર્ષ્યા, અદેખાઈ કરનારની પીછેહઠ થાય, પદ-પ્રતિષ્ઠા આનંદ પ્રાપ્તિના યોગ છે.
  • પરિવાર:  માતા-પિતા તથા શ્વસુર પક્ષથી લાભ થાય, ઘરમાં શુભ ખર્ચ ખરીદી કરી શકશો.
  • નાણાકીય: આર્થિક આયોજનો ફળતા જણાય, આવકના સ્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: કૌટુંબિક મદદથી વધુ અભ્યાસ અર્થે દૂર દેશનો પ્રવાસ સંભવે.
  • સ્વાસ્થ્ય: વયસ્ક જાતકોએ પોતાની તબિયત ખાસ  સાચવવી.
  • આજનો મંત્ર: वासुदेवाय नमः

કર્કઃ આજે આપની વાણીમાં સંયમતા ખાસ જાળવવી સાથે જ કોર્ટ-કચેરીને લગતા કામકાજને વેગ મળે, વારસાની બાબતે જટિલ પ્રશ્નોનો નિવેડો આવે સાથે જ ધ્યાન રાખવું કે વિવાદમાં બિલકુલ ન ઉતરવું હિતાવહ રહેશે.

  • કાર્યક્ષેત્ર: બઢતીનો યોગ નકારી શકાય નહીં, આપની મહેનતનું સવાયું વળતર ધરતી માતાની કૂખેથી મળે.
  • પરિવાર: લગ્ન વિવાહ જેવા માંગલિક પ્રસંગો ઉજવી શકશો, પિતા થકી લાભ થાય.
  • નાણાકીય: જ્વેલરી, સોનાના ધંધા લાભદાયી રહે, જૂની લેણી નીકળતી આવક પરત મળે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં પ્રગતિ થાય.
  • સ્વાસ્થ્ય: જૂના દિર્ઘકાલીન રોગમાંથી મુક્તિ જણાય.
  • આજનો મંત્ર: जगन्नाथाय नमः

સિંહઃ આજે લગ્નેત્તર સંબંધમાં સ્નેહ સહિયારી ભાવના ખાસ જાળવી રાખવી સાથે જ મનગમતા મિત્રો સાથે હરવા-ફરવા માટે સાનુકૂળ સમય મળે તેમજ આર્થિક અને શારીરિક રીતે સુખ-સમૃદ્ધિ અને સર્વકાર્ય સિદ્ધિ માટે દિવસ સફળ પુરવાર થશે.

  • કાર્યક્ષેત્ર: વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, આર્થિક નવી તક સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ વાંચન કે અભ્યાસ પરત્વે સભાનતા દેખાશે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી જળવાઈ રહે.
  • આજનો મંત્ર:

કન્યાઃ વાહન તેમજ મકાન ખરીદવાનો પ્લાન કરતા હોય તો આજે તે કાર્ય આગળ વધે, આડોશ-પાડોશમાં મિલનસાર સંબંધો વિકસે,નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. માનસિક સ્વસ્થ સ્થિતિ તમને નવા આયોજન અને નિર્માણ માટે સહાયક નિવડે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તેમજ પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: નવા સંબંધની શરૂઆત થતી જણાય તથા કૌટુંબિક મકભેદનું નિરાકરણ જણાય,
  • નાણાકીય: નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: ચક્ષુરોગમાં કાળજી લેવી પડે.
  • આજનો મંત્ર: ॐ तार्क्ष्यवाहनाय नमः

તુલાઃ આજે કોઈ આકસ્મિક ખર્ચ ન આવી જાય એટલી જ ગંભીરતા રાખશો સાથે જ આપના વિલંબિત થયેલા કાર્યોને વેગ મળતા આપ આનંદની અનુભૂતિ અનુભવશો અને દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર: કુટુંબની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપે, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: મૂડીરોકાણમાં સલાહ લઈ આગળ વધવું, ભાગીદારીમાં મધ્યમ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: શરદી સળેખમ જેવી ગળાની નાની તકલીફ રહે.
  • આજનો મંત્ર:

વૃશ્ચિક  આજે પતિ-પત્ની વચ્ચે સંબંધ ખૂબ જ સ્નેહાળ સાબિત થાય તેમજ જે સમયની આપ પ્રતિક્ષામાં હતા તે હવે હાથવગો લાગશે, આર્થિક ધોરણ સુધારાજનક લાગશે અને સાંજના સમય માં સાનુકૂળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.
  • પરિવાર: પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય તેમજ મધ્યાહન પછી મહત્વના કાર્યમાં સાનુકૂળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: માથાને લગતી બીમારી જેવી કે તાવ, માથુ દુઃખવું વગેરે સહજ રહેશે.
  • આજનો મંત્ર: ॐ मधुरिपवे नमः

ધનઃ આજે સાહસ અને પરાક્રમ રંગ લાવતો જણાય સાથે જ પરિવારમાં આપનો પ્રભાવ વધતો જણાશે પરંતુ દાંપત્યજીવન વિશે થોડું સંભાળવું સાથે જ સામાજિક કાર્યોથી પણ કોઈ રીતે જરૂર આપ જોડાયેલા રહેશો.

  • કાર્યક્ષેત્ર: કર્મક્ષેત્રે આપને ઉચ્ચ પ્રતિભાથી જરૂર પોંખશો તેમજ કાર્ય બોજ હળવો થતો જણાય.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે.
  • આજનો મંત્ર:  ॐ नारायणाय नमः

મકરઃ નાણાંકીય મૂડીરોકાણનું સુંદર આયોજન કરી શકશો સાથે જ ધનની આવક પણ સમયસર વધતી જણાશે, પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં ક્યાંક નાની-મોટી તકરારનો અવકાશ જણાય છે પણ સાવચેતી અને સલામતી તમારો બચાવ કરશે.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ.
  • પરિવાર: માંગલિક પ્રસંગોનું આયોજન કૌટુંબિક સુગમતાથી સંભવ બને સાથે ગેરસમજ-મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સુખાકારી રહે.
  • આજનો મંત્ર: ॐ हृषीकेशाय नमः

કુંભઃ સ્વમાન અને આત્મગૌરવના ગુણોનો સંચાર થાય તેમજ આપના વાણીના પ્રભાવ આપની આગવી ઓળખ બનશે પરંતુ મતભેદ થી દૂર રહેવું સાથે જ આજે આપણું મન આધ્યાત્મિક્તા અને યોગ તરફ ગતિ કરશે.

  • કાર્યક્ષેત્ર: અધૂરા કાર્ય સફળ થતા જણાય સાથે જ કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો.
  • પરિવાર: ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યલક્ષી પ્રશ્નો ઉદ્દભવશે માટે કાળજી રાખશો.
  • આજનો મંત્ર: ॐ माधवाय नमः

મીનઃ આજે લગ્નજીવનમાં અણબનાવ જણાય તેમજ નિકટના મિત્રોથી સાવધાની રાખશો સાથે જ કોઈ વેપાર-રોજગારની ઉજળી તકો જણાય છે જે આર્થિક સુધારો લાવશે, પ્રવાસ – પર્યટનનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર ની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: પારિવારિક પ્રશ્નોની બેચેનીનો અંત જણાય સાથે જ સ્નેહીજનોની મદદ આપને ઉપયોગી નીવડે.
  • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સારું રહે.
  • આજનો મંત્ર:    सुधाप्रदाय नमः
You cannot copy content of this page