Only Gujarat

Religion

શનિના કોપથી બચવું હોય તો શનિ જંયતીએ આ પ્રમાણે રાશિ મુજબ કરો ખાસ ઉપાય

અમદાવાદઃ 22 મે, શુક્રવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે જેઠ મહિનાની અમાસ છે. આ તિથિ પર પિતૃઓ માટે ખાસ પૂજા-ધ્યાન અને તર્પણ વગેરે પૂણ્યકર્મ કરવાં જોઇએ. જ્યોતિષ અનુસાર, શનિ જયંતિ અને અમાસના દિવસે ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન કરવું. અત્યારે નેશનલ લોકડાઉન છે, ઘણા લોકોને ભોજન મળી શકતું નથી, આવી સ્થિતિમાં બીજા લોકોની મદદ કરવાથી શનિદેવની વિશેષ કૃપા મળી શકે છે. શનિદેવ એવા લોકોથી પ્રસન્ન રહે છે, જેઓ ગરીબોની નિઃસ્વાર્થભાવે સેવા કરે છે.

આ દિવસે 12 રાશિના લોકોએ ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો. ભોજનમાં તલ અને તલનાં વ્યંજનનો ચોક્કસથી સમાવેશ કરવો. હનુમાનજી સામે દિવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. અહીં જુઓ, કઈ રાશિના જાતકોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

મેષ: બીજાને હેરાન ના કરવાં. સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.


વૃષભ: પોતાના સ્વાર્થ ખાતર બીજાંને નુકસાન ના પહોંચાડવું. શનિનાં નામનો જાપ કરવો.


મિથુન: માતા-પિતાને પ્રણામ કરી દિવસની શરૂઆત કરવી. શનિદેવને કાળા અડદ ચઢાવવા.


કર્ક: ખોટું ના બોલવું. રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરવો.


સિંહ: વ્યાપારમાં કોઇનો ખોટો ફાયદો ના ઉઠાવવો. હનુમાનજીને ચોલા (પહેરણ) ચઢાવો.


કન્યા: આ રાશિના લોકોએ ગુસ્સાથી બચવું. ઉપવાસ કરવો અને શનિમંત્રોનો જાપ કરવો.


તુલા: આ રાશિના લોકોએ નિઃસ્વાર્થભાવે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી જોઇએ. શનિદેવનો અભિષેક સરસોના તેલથી કરવો.


વૃશ્ચિક: આળસથી બચવું અને મહેનત કરવામાં પાછા ના પડવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને કીડીઓને લોટ નાખવો.


ધન: વધારે પડતા ઉત્સાહમાં ના આવી જવું. મન શાંત રાખી કામ કરવું. પીપળા નીચે દીવો કરવો.


મકર: આ લોકો ઘરમાં શાંતિ જાળવી રાખે. શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરે.


કુંભ: કોઇપણ જાતની બેદરકારી ના રાખવી. હનુમાનજીની ઉપાસના કરવી અને નીલમ રત્ન ધારણ કરવું.


મીન: અનાજનું દાન કરો. બજરંગ બલીનો પાઠ કરો અને ગરીબોને શક્ય એટલી મદદ કરો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page