Only Gujarat

Bollywood FEATURED

દીપિકાએ ભાગેડુ વિજય માલ્યાના દીકરા સાથે આ કારણે તોડ્યો હતો સંબંધ

મુંબઈઃ દીપિકા પાદુકોણ અત્યારે રણવીર સિંહ સાથે ખુશીથી લગ્નજીવન જીવી રહી છે. અત્યાર સુધી દીપિકાની લાઇફમાં અનેક ઊતાર-ચઢાવ આવ્યા છે. એક સમય હતો, જ્યારે દીપિકા વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા સાથે રિલેશનશિપમાં હતી. જોકે, તે સંબંધ વધુ ચાલ્યો નહીં અને 2 વર્ષમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પછી દીપિકાએ તેનાં એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધાર્થ માલ્યા સાથે તેનો સંબંધ તૂટવાની વાત કહી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાએ વર્ષ 2010માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું પણ 2 વર્ષ પછી એટલે કે 2012માં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી દીપિકા ખરાબ દિવસોથી પસાર થઈ રહી હતી. એવામાં દીપિકાને સિદ્ધાર્થ માલ્યાએ સહારો આપ્યો હતો. સિદ્ધાર્થ માલ્યાને લઈ એવોર્ડ ફંક્શનમાં જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું તો તેણે વાત સ્વીકારતાં કહ્યું કે તે સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં છે.

દીપિકા અને સિદ્ધાર્થ અનેક ઇવેન્ટ્સ અને એવોર્ડ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. બંને IPLની મેચમાં પણ અનેકવાર સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અચાનક દીપિકાએ તે વાતનું એલાન કરી દીધું કે તે હવે સિદ્ધાર્થ માલ્યા સાથે રિલેશનશિપમાં નથી.

આ પછી એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું કે, ‘મેં આ રિલેશનશિપને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ સિદ્ધાર્થનું વર્તન ખૂબ જ વિચિત્ર થતું હતું.’

‘છેલ્લીવાર જ્યારે અમે ડિનર પર ગયા ત્યારે તેને મને બિલ ચૂકવા માટે કહ્યું. તે જોઈ મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. મારી પાસે આ સંબંધ તોડવા સિવાય કોઈ ઓપ્શન નહતો.’

આ વાત પર સિદ્ધાર્થે કહ્યું હતું કે, ‘મને સમજાતું નહોતું કે, ક્યાં કન્ફ્યૂઝન થયું છે.’ સિદ્ધાર્થ મુજબ, ‘તે એક ક્રેઝી મહિલા છે. મેં તેને કહ્યું હતું કે, મારા પિતાનું એકવાર દેવું ચૂકવાઈ જાય અને સરકાર તેમને છોડી દે, તે પછી હું તમારા રૂપિયા પાછા આપી દઈશ. પણ તે માનવા તૈયાર જ નહોતી.’

સિદ્ધાર્થ માલ્યાએ એમ પણ કહ્યું હતું કે, ‘મારા મુશ્કેલ સમયમાં તેણે મારો સાથ છોડી દીધો. દીપિકા તે દિવસો ભૂલી ગઈ જ્યારે તેને હું મોંઘી ગીફ્ટ્સ આપતો હતો. મે તેને કિંમતી ડાયમંડ અને લક્ઝૂરિયસ બેગ્સ આપી હતી. એટલું જ નહીં, મેં તેના માટે મિત્રોને એક મોટી પાર્ટી પણ આપી હતી. જોકે, તે દરેક વાત ભૂલી ગઈ હતી.’

દીપિકા પાદુકોણે કરિયરની શરૂઆત મૉડેલથી કરી હતી. તે વિજય માલ્યાના કિંગફિશર કેલેન્ડરની પણ મૉડેલ રહી ચૂકી છે.  જોકે, ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં શરૂઆત કરનારી દીપિકાએ નવેમ્બર, 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page