Only Gujarat

Bollywood

કારમાં ભૂમિ પેડનેકરે કયા યુવક સાથે કર્યું લિપ લૉક, જુઓ તસવીરો

12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીનાં લગ્નના રિસેપ્શનમાં ભૂમિ પેડનેકર એકદમ ગ્લેમરસ લુકમાં પહોંચી. એક્ટ્રેસે ગોલ્ડન રંગના ડ્રેસમા ખૂબજ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યું હતું. પર્લ ચોકરમાં તે ખૂબજ આકર્ષક લાગી રહી હતી. પાર્ટી પૂરી થયા બાદ એક્ટ્રેસ બહાર નીકળી તો તેનો એક ઈન્ટિમેટ સીન કેમેરામાં કેદ થઈ ગયો. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે.

મોડી રાત્રે ભૂમિ જ્યારે રિસેપ્શનમાંથી નીકળી ગાડી સુધી તેનો મિત્ર તેને મૂકવા આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ભૂમિ પેડનેકર પાર્ટીમાંથી નીકળે છે અને કારમાં જઈને બેસે છે. સુરક્ષા કેમેરા સામે હાથ મૂકી દે છે, જેથી વીડીયો કેપ્ચર ન થઈ જશે. પરંતુ કારની અંદરનો રોમાન્સ કેપ્ચર થઈ ગયો. એક્ટ્રેસ જેવી કારમાં બેઠી એવી જ મિસ્ટ્રીમેનને લિપ કિસ કરી, જે પાપારાજીના કેમેરામાં કેદ થઈ ગયું.

બિઝનેસમેન યશ કટારિયાને ડેટ કરી રહી છે ભૂમિ
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, લોકો આ મિસ્ટ્રીમેન કોણ છે એ જાણાવા ઉત્સુક છે, રેડિટ પર કરવામાં આવેલ કમેન્ટમાં ખબર પડી છે કે, ભૂમિ જે વ્યક્તિને ડેટ કરી રહી છે, એ બિઝનેસમેન યશ કટારિયા છે, ઘણા યૂઝર્સ આ વીડિયોને જોઈને મજાક પણ ઉડાવી રહ્યા છે, એક યૂઝરે એમ પણ લખ્યું છે કે, આ પ્રિન્ટેડ ભાઈ સાહેબ કોણ છે? તો બીજા એક વ્યક્તિએ લખ્યું છે, આ તો બાળક લાગી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા દિવસોમાં ભૂમિ અને યશની ઘણી તસવીરો સામે આવી છે. બંને રૂમર્ડ ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ તરીકે ઓળખાય છે. જોકે બંનેમાંથી કોઈએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. જોકે, આ વીડિયોથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે, એક્ટ્રેસ કોઈને ડેટ કરી રહી છે.

વર્ષ 2023 માં છ ફિલ્મોમાં જોવા મળશે ભૂમિ
વર્કફ્રંટની વાત કરીએ તો ભૂમિ પેડનેકરની આ વર્ષે છ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. અર્જુન સાથે ધ લેડીકિલર, રાજકુમાર રાવ સાથે ભીડ, મેરી પત્ની કા રીમેક અને ભક્તનો સમાવેશ થાય છે. એક્ટ્રેસે જાતે જ એ વાતનો ખુલાસો કર્યો હતો કે, આ વર્ષે તે છ ફિલ્મોમાં જોવા મળશે.

You cannot copy content of this page