Only Gujarat

Bollywood

48 કરોડની લક્ઝુરિયર્સ ઓફિસના તોડફોડ બાદ થયા આવા હાલ, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર સરકાર અને કંગના વચ્ચેના વિવાદની આંચ હવે કોર્ટ સુધી પહોંચી ચુકી છે. હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે. કોર્ટમાં બીએમસીના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશ બાદ તોડફોડનું કામ રોકવામાં આવ્યું છે. પરંતુ ધ્યાન આપવામાં આવવું જોઈએ કે તેમાં ફેરફાર ન થાય. તો કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે તમામ તથ્યોને રેકોર્ડ પર લાવવાની જરૂર છે. એવામાં કોર્ટમાં સુનાવણી દરમિયાન જ કંગના પોતાની એ ઑફિસ પર પહોંચી જ્યાં તોડફોડ કરવામાં આવી. કેટલીક તસવીરોમાં કંગનાનું દર્દ બતાવીએ છે.

કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે બીએમસીએ કોના કહેવાથી આ ગેરકાયદે પગલા લીધા છે. કંગનાની ઑફિસમાં જે નુકસાન થયું છે તેનો ટોટલ ખર્ચ 2 કરોડ રૂપિયા છે.

કંગના રનૌતની ઑફિસમાં તોડફોડનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ હોઈકોર્ટમાં લીગલ નોટિસ વિના ઑફિસ તોડવા પર વાંધો ઉઠાવ્યો છે. ઑફિસ તૂટ્યાના એક દિવસ બાદ કંગના ત્યાં પહોંચી તો પરેશાન થઈ ગઈ. ક્યારેક તૂટેલી દીવાલોને જોતી રહી તો ક્યારેય મીડિયાને.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, કંગના રનૌતજી સાથે જે પ્રકારનો વ્યવહાર મહારાષ્ટ્ર સરકારે કર્યો તે નિંદનીય છે અને તેને અનેક મામલામાં ફસાવવાની, ષડયંત્રમાં ફસાવવાની સરકારની જે યોજના છે તે બરાબર નથી.

મુંબઈમાં બીએમસી દ્વારા કંગનાની ઑફિસ તોડવા પર સંજય રાઉતે કહ્યું કે, અમારા માટે હવે તે શિવસેનાનો વિષય નથી, તે બીએમસીનો વિષય છે.

કંગના લગભગ 10 મિનિટ સુધી પોતાની તૂટેલી ઑફિસને જોતી રહી અને પછી ત્યાંથી જતી રહી.

કંગના આ ઑફિસમાં એક નિર્માતા અને નિર્દેશક તરીકે કામ કરે છે. તેની વિશેષ સજાવટ અને નિર્માણ પર 48 કરોડનો ખર્ચ થયો છે.

10 મિનિટ સુધી તૂટેલી ઑફિસનું નિરીક્ષણ કરીને કંગના જતી રહી.

કંગનાની પહેલા તેની બહેન રંગોલી પણ તૂટેલી ઑફિસને જોવા પહોંચી હતી. તૂટેલી ઑફિસને જોઈને બહાર આવતી કંગનાની બહેન રંગોલી.

 

You cannot copy content of this page