Only Gujarat

National

યુવકને રોડ પર થૂંક ચટાવી વીડિયો વાઈરલ કર્યો, હચમચાવી મૂકતી ઘટના

ઉતર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બડહલગંજ વિસ્તારમાં એક યુવકને ક્રૂરતાથી ઢોરમાર મારવામાં આવ્યો. આટલું ઓછું હોય તેમ તેમને રોડ પર થૂંક પણ ચટાડવાામં આવ્યું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગઇ છે. બંને આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના 13 ઓગસ્ટની હોવાની સામે આવ્યું છે.

પકડાયેલા આરોપીની ઓળખ બહુસુઆ ગામના નિવાસી નારદ સાહની અને દદરી ગામના નાગ્રેન્દ્ર તરીકે થઇ છે. ખટુભાર ગામના ઓંકાર સિંહે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 31 ઓગસ્ટના બપોરે તે કાકાના દીકરા ધનંજય સિંહની સાથે બાઇકથી મધુપુર ચોકડીથી ઘરે જઇ રહ્યાં હતા. રસ્તામાં દદરી ગામ પાસે દાનવીર બાબાના સ્થાન નજીક કેટલાક યુવકોએ બાઇક રોકાવી અને ત્યારબાદ અપશબ્દો કહ્યાં, આ સાથે માર મારવાનું શરૂ કરી દીધું.

માર માર્યો બાદ તેમને સડક પર થૂંક ચાટવા પર પણ મજબૂર કરાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ તે ફોન કરીને જાનમાલની ધમકી આપવા લાગ્યાં. દબંગોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે વાયરલ કરી દીધો.

પીડિતે બે નામજદ અને છ અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંઘાવી છે. બડહલગંજના ઇન્સ્પેક્ટર રાણા દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે, પીડિત યુવકની ફરિયાદના પગલે બહસુઆ સાહની અને દદરી ગામના નાગેન્દ્રની ધરપકડ કરીને તેની પૂછપરછ થઇ રહી છે. વાયરલ વીડિયોની મદદથી અન્ય આરોપીને ઓળખાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપી વિરૂદ્ધ કેસ નોંધીને પોલીસે આ મામલે સઘન તપાસ કરી રહી છે.

વીડિયો વાયરલ કર્યાના અનેક કિસ્સા આવ્યા સામે
આ રીતે નિર્દયતાથી માર મારીને ઘટનાનો વીડિયો વાયરલ કર્યાના અનેક ઘટના સામે આવી છે. લખનઉમાં હિસ્ટ્રીશીટર દુર્ગેશ યાદવેની હત્યાનો મામલો હોય કે પછી થોડા દિવસ પહેલા ચોરીચોરા વિસ્તારમાં કિશોરીને માર માર્યોની ઘટના હોય. આ બધી જ ઘટનાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ પહેલા ગોલામાં એક દુષ્કર્મનો વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે વાત કરતા માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર ગોપાલ અગ્રવાલે જણાવ્યું કે., ‘ડર પેદા કરવા માટે આ રીતના કામ અસામાજિક તત્વો કરે છે. આવા લોકોની માનસિકતા લોકોને માનસિક રીતે ભયભીત કરીને નબળા બનાવી દેવાની હોય છે. જેથી લોકો તેને સરળતાથી તાબે થઇ જાય અને તે તેમની મરજી પ્રમાણે તેમની પાસે કામ કરાવી શકે’

You cannot copy content of this page