Only Gujarat

Bollywood

ઈશા અંબાણીની ખાસ ફ્રેન્ડ છે આ એક્ટ્રેસ, માસી હતી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ

મુંબઈઃ બૉલિવૂડ બ્યૂટી કિયારા અડવાણીએ ઇન્ડસ્ટ્રીમાં તેમની ખાસ ઓળખ મેળવી છે. કિયારાએ સાઉથ ફિલ્મોથી શરૂઆત કરી હતી અને અત્યાર સુધી ‘કબીર સિંહ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી હિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. કિયારાના અપકમિંગ પ્રોજેક્ટ ખૂબ જ એક્સાઇટિંગ છે. કિયારા અક્ષય કુમાર સાથે આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’, ‘ઇન્દુ કી જવાની’, ‘શેરશાહ’ અને ‘ભૂલ ભુલૈયા 2’ જોવા મળશે. કિયારા ઓછા સમયમાં જ બૉલિવૂડની ક્વિન બની ગઈ છે. 31 જુલાઈએ તેમનો બર્થડે હતો.

કિયારા અડવાણીએ વર્ષ 2014માં ‘ફગલી’ ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું પણ, સુશાંત સિંહ રાજપુત સ્ટારર ફિલ્મ ‘એમ.એસ.ધોની’ પછી તે લાઇમલાઇટમાં આવી હતી. આ પછી કિયારાએ શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘કબીર સિંહ’માં પ્રીતિનો રોલ પ્લે કર્યો હતો, જેને લીધે તે ખુબ જ ફૅમસ થઈ હતી. કિયારા અડવાણીનું સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. કિયારાની માસી શાહીન સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ હતી. કિયારા સલમાન ખાનને કેવી રીતે ઓળખે છે તે વાત ખુદ કિયારાએ જણાવ્યું હતું.

કિયારાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘‘મારી મા સલમાન સરને જાણતી હતી. બંને બાંદ્રામાં સાથે મોટાં થયા છે. તે મારી માને ઘણીવાર કહેતાં હતાં કે, એક દિવસ હું સ્ટાર બનીશ. મારી મા અને સલમાન ખાન ઘણાં સમય સુધી ફ્રેન્ડ રહ્યાં અને સાથે સાઇકલિંગ કરતાં હતાં. ’’

કિયારાએ વધુમાં કહ્યું કે, ‘‘મારી માએ જ સલમાન ખાનને મારી માસી શાહીન સાથે મુલાકાત કરાવી હતી. તે બંને ઘણાં સમય પહેલાં એકબીજાને ડેટ પણ કરતાં હતાં. કદાચ આ બંનેના પહેલા રિલેશનશિપ હશે.’’

કિયારા અડવાણીનું પહેલાંના જમાનાનાં સુપરસ્ટાર એક્ટર અશોક કુમાર અને સઇદ જાફરી સાથે પણ ખાસ કનેક્શન છે. આ વિશે કિયારાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘મારા નાના સઇદ જાફરીના ભાઈ છે. નાનાએ બે લગ્ન કર્યાં હતાં. મારી પહેલી નાની(મારા મમ્મીની મા) બ્રિટિશર હતી.’’

‘‘નાના મુસ્લિમ હતાં, પછી તેમણે મારી નાનીને છૂટાછેડા આપી બીજા લગ્ન કર્યાં હતાં. નાનાનાં બીજા લગ્ન પછી ભારતી ગાંગુલી મારી બીજી નાની બની ગઈ. ભારતી ગાંગુલી અશોક કુમારના દીકરી હતાં.’’

કિયારાએ કહ્યું કે, ‘તેમની પહેલી નાની વર્લ્ડ ટૂર પર જતી રહી હતી. 13 વર્ષની ઉંમરમાં મારી બીજી નાનીએ મારી માને રાખી હતી. થોડાં વર્ષ પહેલાં નાના ગુજરી ગયાં અને મારી પહેલી નાની પણ ભારત પાછી આવી ગઈ. આ રીતે અમે બધાં ખુશીથી પરિવારમાં સાથે રહીએ છીએ.’’

કિયારાને જ્યારે પૂછવામાં આવ્યું કે બૉલિવૂડમાં તમારું કોઈ કનેક્શન છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘‘લગ્ન પહેલાં તેમના પેરેન્ટ્સે એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યાં હતાં. જૂહી ચાવલા તેમના પેરેન્ટ્સની ફ્રેન્ડ હતી.’’ કિયારાએ વધુમાં કહ્યું કે, ‘‘જૂહી ચાવલા આંટીએ હું જન્મી ત્યારથી મને જોઈ છે. અમારી હોળી દિવાળી સાથે જ થતી હતી.’’

કિયારા અડવાણી બિઝનેસમેન પરિવારમાંથી છે. તેમણે કહ્યું કે, ‘‘સાંભળીને વિચિત્ર જરૂર લાગશે કે, મારા પિતાએ ‘3 ઇડિયટ્સ’ જોઈ અને તે પછી નિર્ણય લીધો કે તેમના બાળકોને જે કરવું હોય તે જ કરશે.’’

You cannot copy content of this page