Only Gujarat

Business FEATURED

મોદી સરકારે શરૂ કરી છે પેન્શન સ્કીમ, દર મહિને મળશે 3000 રૂપિયા

જે લોકોની આવક ઓછી છે અને તેઓ અસંગઠિત ક્ષેત્રમાં મહેનત કરીને જીવન પસાર કરી રહ્યા છે. તેમના માટે મોદી સરકારે પેંશનની એક યોજના શરૂ કરી છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમયોધી માનધન યોજના (Shram Yogi Maandhan Yojana) હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 અથવા વાર્ષિક 36 હજાર રૂપિયા પેંશન આપવાની જોગવાઈ છે. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે.

કોને મળી શકે છે આ પેંશન
જે લોકોની માસિક આવક 15 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે, તેઓ આ યોજના સાથે જોડાઈ શકે છે. 18થી 40 વર્ષની ઉંમર સુધીનાં લોકો સરકારની આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. જો કોઈનું EPF, ESIC, નેશનલ પેંશન સ્કીમમાં પહેલાંથી જ ખાતું છે તો તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહી.

મહિને 55 રૂપિયાથી ખોલાવી શકો છો ખાતું
આ યોજનામાં 55 રૂપિયા દર મહિને જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. અલગ-અલગ ઉંમરનાં લોકો માટે રકમ જમા કરાવવાની જોગવાઈ અલગ અલગ હોય છે. જે લોકો 18 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાય છે, તેમને દર મહિને 55 રૂપિયાનું યોગદાન કરવાનું હોય છે.

વધુ ઉંમરનાં લોકોએ કેટલું યોગદાન કરવાનું રહેશે
જો કોઈ 30 વર્ષની ઉંમરમાં જ આ યોજના સાથે જોડાય છે, તો તેને દર મહિને 100 રૂપિયાનું યોગદાન કરવાનું રહે છે. જ્યારે 40 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેણે 200 રૂપિયાનું યોગદાન કરવાનું રહેશે.

કેટલું રોકાણ થશે
જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે, તો તેનું વાર્ષિક યોગદાન 660 રૂપિયા રહેશે. 42 વર્ષ સુધી સતત રકમ જમા કરવા પર કુલ રોકાણ 27.720નું થશે. ત્યારબાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આજીવ મળશે. આ યોજનામાં જેટલું યોગદાન ખાતાધારક કરે છે, સરકાર પણ તેટલું જ યોગદાન કરે છે.

કેવી રીતે કરાવશો રજીસ્ટ્રેશન
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેંશન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે કૉમન સર્વિસ સેન્ટર (CSC)પર જવાનું રહેશે. જ્યારે આધારકાર્ડ, બચત ખાતું અથવા જનધન ખાતાની જાણકારી IFSC કોડની સાથે આપાવની હોય છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન થઈ જશે અને ખાતું ખુલી જશે. આ યોજનામાં નૉમિનીનું નામ પણ દાખલ કરાવી શકાય છે.

મંથલી કૉન્ટ્રિબ્યૂશનની જાણકારી
એકવાર જ્યારે તમારી બધી જ ડિટેલ કોમ્પ્યુટરમાં દાખલ થઈ જશે તો મંથલી કૉન્ટ્રિબ્યુશન કેટલું કરવાનું છે, જેની જાણકારી આપી દેવામાં આવશે. શરૂઆતનું યોગદાન નકદ રકમનાં રૂપમાં કરવાનું રહેશે. ખાતું ખુલી ગયા બાદ શ્રમયોગી કાર્ડ આપવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page