Only Gujarat

FEATURED National

કોરોનાથી મરેલાં 12 દર્દીઓના મૃતદેહને એક જ વેનમાં મુકી સ્મશાને લવાઈ જવાયા પછી….

દિલ્હીમાં કોરોના મહામારીનો ખતરો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો, છેલ્લાં 24 કલાકમાં 56,110 લોકો સંક્રમણમુક્ત થયા છે. જેનાંથી સ્વસ્થ થતાં લોકોની કુલ સંખ્યા 16,39,600 થઈ ગઈ છે. આ અવધિમાં 60,963 લોકો સંક્રમિત થયા છે,જેને કારણે સંક્રમિતોની સંખ્યા 23,29,639 થઈ ગઈ છે તથા 834 લોકોનાં મોત થતાં મૃતકોની સંખ્યા 46,091 થઈ ગઈ છે.

ત્યારે આ બધાંની વચ્ચે અહમદનગરમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે, જ્યાં એક શબવાહિનીમાં 12 કોવિડ-19નાં દર્દીઓની લાશોને એક સાથે એકબીજાની ઉપર રાખી દેવામાં આવી હતી.

વાસ્તવમાં એક શબવાહિનીમાં 12 કોવિડ-19નાં દર્દીઓની લાશને એકસાથે એકબીજાની ઉપર ઢગલો કરીને અહમદનગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી. આ વાતનો ખુલાસો થવા પર રાજકીય દળો અને સ્થાનિક લોકોએ જોરદાર હોબાળો મચાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

હંગામો તુલ પકડતો જોઈને અહમદનગર નિગમે કહ્યું કે, તે આ મામલે તપાસ કરીને દોષીઓની સામે કાર્યવાહી કરશે.

અહમદનગર નગર નિગમનાં આયુક્ત શ્રીકાંત માઈકલવરનું કહેવું છે કે, અમે અમારા ચોથા વર્ગનાં કર્મચારીઓને નોટિસ આપી છે. તેનું કામ આ આખી પ્રક્રિયા પર નજર રાખવાનું અને કોવિડ-19ની લાશોને સ્મશાનગૃહે લાવીને તેમનાં અંતિમ સંસ્કાર કરાવવાનું હતુ.

તમને જણાવી દઈએકે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં સક્રિય મામલાઓની સંખ્યા 818 વધીને 1,48,860 થઈ ગઈ છે. અને 256 લોકોનાં મોત થવાથી મૃતકોની સંખ્યા 18,306 થઈ ગઈ છે.

આ દરમ્યાન 10014 લોકો સંક્રમણયપક્ત થયા , જેથી સ્વસ્થ થયેલાં લોકોની સંખ્યા વધીને 3,68,435 થઈ ગઈ છે. દેશમાં સર્વાધિક સક્રિય મામલાઓ આ રાજ્યમાં જ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page