Only Gujarat

Bollywood

કિંગખાનની દીકીરીના ફોટો વાઈરલ, લોકોએ કરી આવી કમેન્ટ્સ

મુંબઈ: બોલીવૂડ કિંગ શાહરુખ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના બાળકોને કારણે વધુ ચર્ચામાં રહે છે. જેમાં નાનો પુત્ર અબ્રાહમ હોય કે પછી દીકરી સુહાના અબરામે હાલમાં જ તાઇક્વાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તો સુહાના ખાન પણ સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાના ફોટો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. સુહાનાની એક ફોટો હાલ વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં સુહાન પોતાની એક મિત્ર સાથે સેલ્ફી લેતી નજરે પડી રહી છે. જો કે સોશિયલ મીડિયા પર લોકો સુહાનાથી વધુ તેની મિત્ર અંગે વધુ ચર્ચા કરી રહ્યાં છે.

સુહાના ખાનની આ ફોટોને તેના ફેન ક્લબે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટો પર હજારોની સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યાં છે. કોઇ સુહાનાને ઓસમ ગણાવી રહ્યાં છે, તો કોઇ તેના લૂકને ફેબ્યુલસ કહી રહ્યાં છે.

તો અન્ય એક તસવીરમાં સુહાના પોતાની કોઇ ફ્રેન્ડ સાથે નજર આવી રહી છે. આ ફોટો જોઇ લોકો સુહાનાથી વધુ તેની મિત્રના વખાણ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું કે ‘સુહાનાની પાછળ ઉભેલી યુવતી એકદમ બાર્બી ડોલ લાગી રહી છે’. અન્ય એક યુવકે લખ્યું કે ‘પીછે તો દેખો’.

ઉલ્લેખનીય છે કે સુહાના હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર ન્યૂયોર્કમાં પોતાનું શિક્ષણ મેળવી રહી છે. જો કે તે વચ્ચે વચ્ચે પોતાના પેરેન્ટ્સને મળવા માટે ઇન્ડિયા આવતી રહે છે.

ઓગસ્ટ 2018માં સુહાનાએ મેગેઝિન કવર પર ડેબ્યુ કર્યું હતું. સુહાના ગ્લેમર મેગેજીન વોગના ફ્રંટ પેજ પર ગ્લેમરસ અવતારમાં નજરે પડી હતી. ખુદ શાહરૂખ ખાને મેગજીનનું કવર પેજ લોન્ચ કર્યું હતું.

સુહાનાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેને ડાંસિંગ અને સ્પોર્ટ્સ ખુબ પસંદ છે. તે સ્કૂલના અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સામેલ થઇ ચૂકી છે. શાહરૂખની ઇચ્છા છે કે સુહાના સારી ડાંસર બની દુનિયાભરમાં તેમનું નામ રોશન કરે.

શાહરૂખ ખાને અનેક ઇન્ટરવ્યૂઝમાં સુહાના પ્રત્યેનું પોતાનું નિવેદન આપી ચર્ચા જગાવી છે. તેઓએ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે તે પોતાની પુત્રીને ખુબ જ ડરે છે. સુહાન ખુબ જ સમજદાર યુવતી છે અને કંઇટ ખોટું કરવા પર અવાર નવાર તેને ઠપકો પણ આપે છે.

થોડા દિવસ પહેલા જ સુહાના ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં સુહાના જાણીતા રેપર એમિનેમના સુપરહિટ સોંગ બ્યૂટીફૂલને ગાતી અને ડાંસ કરતી નજરે પડી હતી. મિત્ર સાથે સેલ્ફી લેતી શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન.

 

You cannot copy content of this page