Only Gujarat

FEATURED National

ખૂબ જ ઈન્ટ્રસ્ટિંગ છે આ પોલિટિકલ ફેમિલીની લવ-સ્ટોરી, લગ્નમાં આવ્યા હતા દેશના ટોચના લોકો

મુંબઈ: દેશની સૌથી મોટી પોલિટિકલ ફેમિલી સમાજવાદી પાર્ટીના પરિવારની પુત્રવધુ અપર્ણા યાદવ હાલમાં જ નાગરિક્તા કાયદાનું સમર્થન કરીને ચર્ચામાં આવી છે. તેણીએ એક મંચ પર આ કાયદાનું સમર્થન કર્યું. જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અપર્ણા મુલાયમ સિંહ યાદવના બીજા પુત્ર અને અખિલેશના ભાઇ પ્રતીક યાદવની પત્ની છે. 14મી ફેબ્રૂઆરીએ વેલેન્ટાઇન ડે છે ત્યારે પ્રતીક અને અપર્ણાની લવસ્ટોરી પણ ખુબ ઇન્ટ્રસ્ટિંગ છે. બંને હાઇસ્કૂલથી જ એક બીજાને દિલ દઇ ચૂક્યા હતા.


અપર્ણા યાદવે બ્રિટનના એક ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં કહ્યું હતું કે 10મી ક્લાસમાં જ તે પ્રતીકને દિલ દઇ બેઠી હતી. તેણીએ કહ્યું હતું કે અમે 8 વર્ષથી મિત્ર છીએ. આથી તમે અમને હાઇસ્કૂલ સ્વીટ્હાર્ડ્સ પણ કહી શકો છો.


અપર્ણા ટ્રેન્ડ ક્લાસિકલ સિંગર છે. તે પહેલા સૈફઇ અને લખનઉ મહોત્સવમાં ગીત ગાઇ ચૂકી છે. આ દરમિયાન પ્રતીક અને અપર્ણાની મુલાકાત થઇ હતી.


પ્રતીકને બોડી બિલ્ડરનો શોખ છે. તેના મિત્રોનું કહેવું છે કે અપર્ણા પ્રતીકની આ બોડીથી ઇંપ્રેસ થઇ હતી.

8 વર્ષ સુધી મિત્રતા બાદ સપ્ટેમ્બર 2010માં બંનેની સગાઇ થઇ અને 2011માં લગ્ન. લગ્નમાં અમિતાભ-જયા બચ્ચન અને અનિલ અંબાણી સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા. હાલ બંનેને દાંપત્યજીવનમાં એક પુત્રી પણ છે જેનું નામ પ્રથમા છે.

અપર્ણાએ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં માસ્ટર ડિગ્રી અને પ્રતીકે લીડ્સ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે.

અપર્ણાને સંગિત પસંદ છે તો પ્રતીકને રિયલ એસ્ટેટના બિઝનેસની સાથે બોડી બિલ્ડિંગનો શોખ છે. 2012માં પ્રતીકને એક ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ વેબસાઇટે ધ ઇન્ટરનેશનલ ટ્રાંસફોર્મેશન ઓફ ધ મંથના ટાયટલથી નવાજમાં આવ્યો હતો.

પત્રકાર અરવિંદ સિંબ બિસ્ટની પુત્રી અપર્ણા બી-અવેયર નામની સામાજિક સંસ્થા પણ ચલાવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશે અપર્ણાને લખનઉના કેન્ટ એરિયાની ટિકિટ પણ આપી હતી જ્યાં મુલાયમે પણ પ્રચાર કર્યો હતો. પરંતુ તેણીને હારનો સામનો કરવો પડ્યો હતો.

You cannot copy content of this page