Only Gujarat

National

દોસ્તને મરતી વખતે આપેલું વચન પૂરું કર્યું, 60ની ઉંમરમાં મિત્રની પત્ની સાથે લગ્ન કર્યાં

હાલ સમાજમાં સંબંધોમાં તિરોડ વધારે પડવા લાગી છે. ડિવોર્સનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જોકે હજી પણ એવા શુદ્ઘ પ્રેમના કિસ્સાઓ આવે છે જે પ્રેમ પરનો માનવજાતનો વિશ્વાસ ટકાવી રાખે છે. કેરળમાં અંદાજે દોઢ વર્ષ પહેલાં થયેલા એક લગ્ન હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. અહીં 60 વર્ષની ઉંમરે એક કપલે લગ્ન કર્યા હતા. દુલ્હાએ મિત્રની પત્ની સાથે જ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દુલ્હો મિત્રને યાદ કરીને ઘ્રુસકે ને ધ્રુસકે રડ્યો હતો.

કેરલના ત્રિશૂર જિલ્લાના એક વૃદ્ધાશ્રમમાં 67 વર્ષના કોચનિયાન મેનન અને 66 વર્ષના પીવી લક્ષ્મી અમ્માલ સાથે રહેતા હતા. બંને પ્રેમ થયો તો બંન્નેએ લગ્ન કરી લીધા હતા. અંદાજે દોઢ વર્ષ પહેલાં થયેલા લગ્નની આ તસવીરો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યાં છે કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ લગ્ન પ્રેમની મિશાલ છે.

આ બંનેની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. મેનન અને અમ્માલ એકબીજાને 30 વર્ષથી ઓળખતાં હતાં. લગભગ 21 વર્ષ પહેલા અમ્માલના પતિનું નિધન થયું હતું. વૃદ્ધ મહિલાના પતિએ પોતાના મિત્ર મેનનને તેની પત્નીની સંભાળ રાખવા માટે કહ્યું હતું ત્યાર બાદ આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મિત્રના નિધન બાદ મેનન સતત તેની પત્નીની સંભાળ રાખવા અનેક વાર તેના ઘરે જતો હતો.

અમ્માલે કહ્યું હતું કે, જ્યારે પણ મને કોઈ પણ વસ્તુની જરૂર પડતી ત્યારે હું મેનનને જ કહેતી હતી. તે હંમેશા મારી મદદ કરવા તૈયાર રહેતા હતા. મેં મારું ઘર વેચી માર્યું ત્યાર બાદ હું મારા સંબંધીના ઘરે રહેવા જતી રહી હતી. મેનન સતત મહિલાની મદદ કરતાં હતાં પરંતુ થોડા વર્ષ પહેલા તેમને રામપરમપુરમ વૃદ્ધાશ્રમ જવું પડ્યું હતું. મહિલા વૃદ્ધાશ્રમમાં એક વર્ષથી રહેતી હતી ત્યાર બાદ બે મહિના બાદ મેનન પણ તે જ વૃદ્ધાશ્રમમાં રહેવા જતો રહ્યો હતો અને બંન્નેએ પોતાની જિંદગી પતિ-પત્ની બનીને જીવવાનું નક્કી કર્યું હતું.

વૃદ્ધાશ્રમના સુપ્રિટેન્ટેડેન્ટ વી જી જયાકુમારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, વૃદ્ધાશ્રમમાં અનેક લોકોને મહિને, વર્ષે સંબંધીઓ મળવા આવે છે. કેટલાંકને તો કોઈ મળવા પણ આવતુ નથી. તેઓ વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો સાથે એકલવાયુ જીવન પસાર કરે છે. જો આવામાં કોઈને સાથી મળી જાય તો તે ખુશીની વાત છે અને જીવન સરળતાથી પસાર થઈ જાય.

You cannot copy content of this page