Only Gujarat

Gujarat

ગુજરાતી નેતાએ પત્નીને ગિફટમાં આપી હતી હાઈફાઈ લેમ્બોર્ગિ કાર, કારમાં આવો પડે છે વટ

મુંબઈઃ યુ ટ્યૂબ પર પંજાબી ગીતોમાં લેમ્બોર્ગિની કાર જોઈને અનેક લોકોને આ કાર લેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. દરેક પત્નીઓની ઈચ્છા હોય છે કે તેનો પતિ તેને કિંમત ગિફ્ટ આપે. ઘણાની ઈચ્છા પૂરી થાય છે અને ઘણાની ઈચ્છા અધૂરી જ રહી જાય છે. મુંબઈમાંએક મહિલાને તેમની ઈચ્છા કરતાં પણ વધુ મળ્યું હતું. મહિલાને તેના પતિએ કરોડો રૂપિયાની કિંમતની મ્બોર્ગિની કાર ગિફ્ટમાં આપી હતી. આ કિસ્સો આમ તો 2016નો છે.

પત્નીને ગિફ્ટ આપનાર બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને ગુજરાતી મૂળના નરેન્દ્ર મહેતાએ પોતાની પત્ની સુમનને વર્ષ 2016માં લેમ્બોર્ગિની કાર ગિફ્ટમાં આપી હતી. મહેતાએ પત્નીને જન્મદિવસ પર સાડા પાંચ કરોડની લેમ્બોર્ગિની હુરાકેન ગિફ્ટ કરી હતી.

પતિ પાસેથી મળેલી આ ગિફ્ટથી સુમન મહેતા ઘણી જ ખુશ થઈ ગઈ હતી. જોકે, ગિફ્ટ જોઈને ખુશીમાં ભાન ભૂલેલી સુમને મહેતાએ તરત જ લેમ્બોર્ગિની ચલાવવાની શરૂ કરી હતી. હજી તો કાર સ્પીડ પકડે તે પહેલાં જ સુમન મહેતાનો કંટ્રોલ કાર પરથી જતો રહ્યો હતો. લેમ્બોર્ગિની સીધી રીક્ષા સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. એ વખતે આને લઈને ખૂબ વિવાદ ચગ્યો હતો.

નરેન્દ્ર મહેતા મુંબઈના મીરા-ભાયંદર વિસ્તારથી વર્ષ 2014થી 2019 સુધી બીજેપીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે ગયા વર્ષે તેમનો આ સીટ પરથી પરાજય થયો હતો. તેમણે ફેબ્રુઆરી 2020માં ભાજપના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું હતું. ધોરણ 8 સુધી ભણેલા નરેન્દ્ર મહેતાની સંપત્તિ ચૂંટણીના સોગંધનામા મુજબ 18 કરોડ રૂપિચા છે.

નરેન્દ્ર મહેતા બિઝનેસમેનથી નેતા બન્યા હતા. તેઓ ‘સેવન ઈલેવન’ ગ્રુપના સ્થાપક છે. તેમનો કન્સ્ટ્રક્શન, હેલ્થ અને એજ્યુકેશન ફિલ્ડમાં બિઝનેસ છે. નરેન્દ્ર મહેતા પહેલી વખત વર્ષ 2014માં વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ વર્ષ 1997માં રાજકારણમાં આવ્યા હતા. તેઓ મીરા-ભાયંદરના મેયર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત વર્ષ 2014 સુધી તેઓ ભાજપ જિલ્લા અધ્યક્ષ પદે પણ હતા.

થોડા સમય પહેલા એક મહિલાએ તેમની સામે શોષણનો આરોપ મૂક્યો હતો. જેના કારણે મહેતાનો આખા મહારાષ્ટ્રમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આથી જ તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તે રાજકીય સંન્યાસ લે છે. જોકે, તે સામાજિક કાર્ય કરતાં રહેશે. ભાજપના નેતાઓએ નરેન્દ્ર મહેતા વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નહોતો.

નરેન્દ્ર મહેતા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે લેમ્બોર્ગિની લઈને વિધાનસભા જતા હતા.

લેમ્બોર્ગિની મુંબઈના રસ્તા પર નીકળતા જ જોતા રહી જાય છે લોકો.  (તસવીર સૌજન્ય-ફેસબૂક)

You cannot copy content of this page