Only Gujarat

Bollywood FEATURED

અજય દેવગણની અભિનેત્રીનો પતિ કોણ છે અને શું કરે છે? જાણો તમે જે જાણવા માગો છો તે બધું જ

મુંબઈ: અજય દેવગણની ફિલ્મ સિંઘમની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આ મહિનાના અંતમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. કાજલના પરિવારજનો લાંબા સમયથી તેના માટે છોકરો શોધી રહ્યા હતા અને હવે તેની આ શોધ પુરી થઈ ચુકી છે. કાજલે ખુદ સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરતા કહ્યું કે, મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે હું 30 ઑક્ટોબરે ગૌતમ કિચલૂ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી રહી છું. કાજલ અગ્રવાલને તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમના થનારા પતિને ઓછા લોકો જાણે છે. આ પેકેજમાં અમે જણાવીશું કાજલના દુલ્હા વિશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાજલના થનારા પતિ ગૌતમ કિચલૂ એક બિઝનેસમેન છે જે ઈન્ટીરિયર ડિઝાઈન અને હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કૉમર્સ પ્લેટફોર્મ ડિસર્ન લિવિંગના માલિક છે.

ગૌતમ કિચલૂ મુંબઈડના કેથેડ્રલ એન્ડ જૉન કૉનન સ્કૂલના વિદ્યાર્થી રહ્યા છે. જે બાદ તે અમેરિકાની ટફટ્સ યુનિવર્સિટીમાં ભણવા જતા રહ્યા. પોતાની વેબસાઈટ શરૂ કરતા પહેલા તે ફેબફર્નિશના વાઈસ પ્રેસિડેન્ટ અને ધ એલીફેંડ કંપનીના સીઈઓ રહી ચુક્યા છે.

કાજલે પોતાના લગ્નની ખબરને શેર કરતા કહ્યું હતું કે, હું એ તમામ વસ્તુઓ કરતી રહીશ, જેમાંથી મને સૌથી વધુ આનંદ આવે છે, મારા દર્શકોનું મનોરંજન કરવું, પરંતુ હવે તેનું મહત્વ અને ઉદ્દેશ્ય બદલી જશે તમારા ક્યારેય ખતમ ન થનારા સમર્થન માટે આભાર.

જાણકારી મુજબ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના લગ્નના સમારંભ મુંબઈમાં બે દિવસનો રહેશે. જો કે, કોરોના મહામારીને જોતા તેમાં માત્ર પરિવારના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થશે.

લગ્નના 23 દિવસ પહેલા કાજલે બેચલર્સ પાર્ટી રાખી હતી, જેની તસવીરો સામે આવી હતી. જેમાં કાજલની બહેનની સાથે તેની નજીકની મિત્ર પણ સામેલ થઈ હતી. કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી.

કાજલ છેલ્લા 16 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે સાઉથની ઈન્ડસ્ટ્રી તરફ પ્રયાણ કર્યું. તે સાઉથની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. હવે તેણે હિંદી ફિલ્મોમાં પણ સારી એવી ઓળખ બનાવી છે.

કાજલ અગ્રવાલ સિંઘમમાં અજય દેવગણ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગે દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય તેણે સ્પેશિયલ 26, દો લફ્ઝો કી કહાની જેવી હિંદી ફિલ્મો કરી છે.

કાજલની આગામી ફિલ્મોમાં તેલુગુ અને તમિલ ફિલ્મોની સાથે બોલીવુડ મુવી મુંબઈ સાગા પણ સામેલ છે. તે એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. આ સિવાય તે દલકીર સલમાન અને અદિતિ રાવ હૈદરીની ફિલ્મ હે સિનામિકામાં પણ જોવા મળશે.

કાજલની આગામી ફિલ્મોમાં તેલુગુ અને તમિલ ફિલ્મોની સાથે બોલીવુડ મુવી મુંબઈ સાગા પણ સામેલ છે. તે એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. આ સિવાય તે દલકીર સલમાન અને અદિતિ રાવ હૈદરીની ફિલ્મ હે સિનામિકામાં પણ જોવા મળશે.

જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ પહેલા આ લૉકડાઉનમાં અભિનેતા નિતિન અને રાણી દગ્ગુબાતી પણ લગ્ન કરી ચુક્યા છે.

You cannot copy content of this page