Only Gujarat

Religion

મીનનું વાર્ષિક રાશિફળઃ અણધાર્યા લાભથી વર્ષની શરૂઆત, હૃદયરોગના દર્દીઓએ ખાસ સંભાળવું

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ મીન રાશિના (દ.ચ.ઝ.થ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિ લાભ સ્થાને થતા હોવાથી સાથે જ ગુરુ દેવ પણ લાભ સ્થાનમાં થી પસાર થતા હોવાથી અણધાર્યાં લાભ અપાવે સાથે જ કોર્ટ–કચેરીનાં કામકાજોમાં સફળતા મળે. મિલકતની પ્રાપ્તિ થશે. ખોટી આદતોથી દૂર રહેવું. અપવિશ્વાસુથી ધ્યાન રાખવું. ઉઘરાણીનાં કામો સફળ થશે. પ્રેમસંબંધોમાં અડચણો આવશે. ખોટા ખર્ચાઓ ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવું. આર્થિક સંકડામણો દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા આયોજન કરી શકો. વ્યાજે રૂપિયા લઈ કોઈ ધંધો ન કરવો. પતિ–પત્ની વચ્ચેનાં મતભેદ દૂર થશે. સંતાન સુખ સારું રહે. નિઃસંતાન લોકોએ સંતાનની પ્રાપ્તિ માટે હજુ રાહ જોવી પડશે. સંતાન પ્રત્યે ચિંતા રહેશે. અગ્નિથી ધ્યાન રાખવું. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. નોકરી–ધંધામાં સારી સફળતા રહે. અવિવાહિત વ્યક્તિએ યોગ્ય પસંદગીનું પાત્ર મેળવવા માટે જાગૃત રહેવું પડશે. યાત્રા–પ્રવાસથી લાભ થાય. વિદ્યાર્થીઓ આ વર્ષે ધારેલું પરિણામ મેળવી શકશે.

કાર્યક્ષેત્ર: વેપાર માં સફળતા જણાય સાથે નવી તક જોવા મળે. જે લોકો જમીન, મકાન, ટ્રાન્સપોર્ટ, મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છે તે લોકો માટે આ વર્ષ અતિ મહત્વ નું બની રહેશે। વર્ષના મધ્ય ભાગ માં આપણે પ્રમોશન મળી શકે છે સાથે જ ઉપરી અધિકારી નો સાથ સહયોગ સારો મળી રહે.

પરિવાર: દામ્પત્ય જીવન માં મધુરતા જણાય સાથે જ શુભ કાર્યો આગળ વધે પરંતુ પારિવારિક આરોગ્યની ચિંતા આપની મુશ્કેલી માં વધારો કરશે। સામાજિક પ્રશ્નઓ નું મકદૂર અંત આવે તેમજ મિત્રો – સ્નેહીજનો સાથે બહાર જવાનું સંભવ બને.

નાણાકીય: વર્ષમાં આપની આર્થિક પરિસ્થિતિ સુધરતી જોવા મળે સાથે નવા રોકાણ સંભવ બને પરંતી ભાગીદારી માં સાચવવું. જે લોકો ફાઇનાન્સ, કાપડ, રમત સાથે સંળાયેલા છે તે લોકો માટે આ વર્ષ મહત્વ નું બની રહેશે. એકંદરે આર્થિકરીતે વર્ષ સારું જણાય.

સ્ત્રી વર્ગ: લગ્નની વાતો આગળ વધે સાથે જ નવીન તક જણાય, કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે જયારે કૌટુંબિક ક્લેશ થી દુર રહેવું હિતાવહ રહે, આપનો કોઈ ગેરફાયદો ન ઉઠાઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખવું સાથે જ સામાજિક પ્રશો માં મહત્વ નું સ્થાન ભજવો.

વિદ્યાર્થી વર્ગ: સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ વર્ષખુબજ સારું બની રહેશે અને આપણી મહત્વ પરીક્ષામાં સફળતા જણાય। એપ્રિલ થી જૂન સુધી વિદેશ જવા ઇચ્છતા લોકો માટે સમય સારૂ જણાય સાથે જ વર્ષ દરમ્યાન ધાર્યું પરિણામ જોવા મળે.

સ્વાસ્થ્ય: આરોગ્યક્ષેત્ર માં આપણી જૂની સમસ્યા નો અંત જણાય પરંતુ જે લોકો ને લીવર કે હાર્ટ ને લગતા રોગો છે તે લોકો માટે આ વર્ષ ખાસ સાચવવું હિતાવહ રહે. વર્ષ દરમ્યાન આરોગ્ય માં આપને સામાન્ય ખર્ચ જણાય.

શુભ ઉપાય: વર્ષ દરમ્યાન આપને શ્રીવિષ્ણુ પૂજા તેમજ પિતૃઓ ની પૂજા વિશેષ લાભદાયી જણાય સાથે જ કોઈ દેવાલય કે બ્રાહ્મણ ને દાન આપવું શ્રેયકર બની રહેશે.

You cannot copy content of this page