Only Gujarat

Religion

કુંભનું વાર્ષિક રાશિફળઃ આર્થિક કટોકટી રહેશે ને આરોગ્ય નરમ-ગરમ રહેશે, ખાસ ધ્યાન રાખવું

આ નૂતન ૨૦૭૭ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમ્યાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ કુંભ રાશિના (ગ.સ.શ.ષ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષની શરૂઆતથી શનિની સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો હોવાથી અને ગુરુ દેવ બારમાં સ્થાનમાં થી પસાર થતા હોવા થી કાયદાકીય પરેશાની જોવા મળે સાથે જ શત્રુઓ આપને ફસાવવાનાં પ્રયત્નો કરશે માટે સાવધાની રાખવી. અકસ્માત થઈ શકે માટે વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. પતિ-પત્ની વચ્ચે મતભેદ ઊભા ન થાય તે માટે જાગૃત રહેવું. માન–પ્રતિષ્ઠામાં માનહાનિ ન થાય તે જોજો. આર્થિક કટોકટી રહે. વ્યાજે રૂપિયા લેતા પહેલાં સો વાર વિચાર કરજો. નાણાંકીય વ્યવહારની બાબતે નબળું વર્ષ રહેશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વિશેષ રહેશે. કુટુંબમાં અણબનાવ રહેશે. કોર્ટ–કચેરીનાં કાર્યોમાં વિઘ્નો આવશે. જતું કરવાની ભાવના રાખશો તો દાંપત્યજીવનમાં થતી મુશ્કેલી દૂર કરી શકશો. સંતાનોની ચિંતા રહેશે. નિઃસંતાન દંપત્તિ માટે સંતાન માટે રાહ જોવી પડશે. આરોગ્ય નબળું રહેશે. નોકરી–ધંધા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું પડશે. યાત્રા–પ્રવાસમાં અવરોધોનો સામનો કરવો પડશે. ઊચ્ચ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ પરિશ્રમ કરવો પડશે.

કાર્યક્ષેત્ર: વર્ષના પ્રારંભમાં નવી તક જણાય સાથે જ પ્રમોશન મળી શકે છે. જે લોકો ફૂડ, રાજકારણ, શિક્ષણ જેવા વિષયોથી સંકળાયેલા છે તે લોકો માટે આ વર્ષ સારું જણાય। વર્ષ દરમ્યાન દેખાદેખી થી દૂર રહેવું અને આપણા આત્મવિશ્વાસ પર ભરોસો રાખવો સાથે જ સહ કર્મચારી ના સહયોગ સારો મળી રહે.

પરિવાર: પારિવારિક સમરસતા જળવાઈ રહેશે સાથે કૌટુંબિક મન દુઃખ ના થાય તેની તકેદારી રાખવી. ભૂતકાળ મા થયેલી વાતો નવું સવરૂપ ધારણ કરી પુનઃ આપની સામે મુશ્કેલી સર્જશે સાથે જ સામાજિક રીતે મન સમ્માન માં વૃદ્ધિ થતી જોવા મળે.

નાણાકીય: આર્થિક બાબતે વર્ષ સારું જણાય જે લોકો હોટલ, ટ્રાવેલ્સ, ફૂડ સાથે સંળાયેલા છે તેમના માટે આ વર્ષ મહત્વ નું બની રહેશે. આવક કરતા જાવક નું પ્રમાણ વધી ના જાય તેની તકેદારી રાખવી હિતાવહ રહે સાથે જ મૂડી રોકાણ નું મધુર પરિણામ ચાખવા મળે.

સ્ત્રી વર્ગ: નૂતન વર્ષ માં આપના મહત્વ ના પ્રશ્નો નું સમાધાન આવતું જણાય સાથે જ ગૃહ જીવન માં માધુર્યતા જણાય। મહત્વ ના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરાવી સાથે જ એપ્રિલ થી જુલાઈ માં કોઈ નવી તક આપણે મળી શકે છે.

વિદ્યાર્થી વર્ગ: આપણે ધાર્યા પરિણામ મળતા જણાય સાથેજ જે લોકો અર્થશાસ્ત્ર, મેડિકલ, સંસ્કૃત જેવા વિષયો સાથે સંકળાયેલા છે તે લોકો માટે આ વર્ષ મહત્વ નું બની રહેશે. વિદેશ જવા જતા લોકો માટે સાચવી ને કહલાતું હિતાવહ રહે સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષા માં આગળ વધાય.

સ્વાસ્થ્ય: પેટ અને ગાળા ને લગતા રોગો આપની બેચેની માં વધારો કરશે સાથે જ માર્ચ થી જૂન માં આરોગ્ય માં સાનુકૂળતા જણાય। આરોગ્ય ની દ્રષ્ટિ એ આ વર્ષ આપને મધ્યમ જણાય.

શુભ ઉપાય: વર્ષ દરમ્યાન રાહુ અને શનિનીઉપાસના મહત્વની બની રહેશે સાથે જ મહાદેવની ઉપાસનાથી મહત્વના કાર્યો પાર પડતા જણાય.

You cannot copy content of this page