Only Gujarat

Religion

આજે શરદ પૂનમના દિવસે કોના ઉપર રહેશે માં લક્ષ્મીની કૃપા? જાણો આપની રાશિ અનુસાર મંત્ર જાપ

રાશિફળ: 31-10-2020: આજે શરદ પૂનમના દિવસે કોના ઉપર રહેશે માં લક્ષ્મીની કૃપા! જાણો લક્ષ્મીજી ની કૃપા મેળવવા આપની રાશિ અનુસાર મંત્ર જાપ. સનાતન ધર્મની અંદર શરદ પૂનમને લઇને ધણી માન્યતાઓ પ્રચલિત છે, એક માન્યતા અનુસાર આજ ના દિવસે  દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. આ જ કારણે લોકો લક્ષ્મીજીની વિશેષ પૂજા કરે છે. રાતે જાગીને પૂજા-પાઠ કરે છે. લક્ષ્મીજીના સ્વાગત માટે દીવડા પ્રગટાવવામાં આવે છે.આપ પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા આપની રાશિ અનુસાર મંત્ર જાપ કરી શકો છો.  

મેષઃ આજે પારિવારિક અવરોધો દુર થતા જણાય સાથે જ મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ બને, નવા કાર્યનો શુભારંભ સંભવ, એકાએક સામાજિક પ્રશ્ન આવી પડેલો જણાય સાથે જ પડતર કાર્યમાં પ્રગતિ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: સફળતાનો સ્વાદ ચાખવા મળે, અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે.
  • પરિવાર: પારિવારિક વિચારીને નિર્ણય લેવો તેમજ કૌટુંબિક મતભેદ ટાળવા હિતાવહ.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાચવવું, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: આરોગ્યઅંગે ની તકલીફમાંથી આંશિક રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ पद्मायै नमः

વૃષભઃ આજે યોગ્ય આયોજન અને સાહસથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો, વિરોધી સામે પ્રગતિ જણાય, મકાન-મિલકત અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ આવે, ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, નાણાંકીય ભીડ દૂર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: હરીફ વર્ગ થી સાવધ રહેવું હિતાવહ તેમજ મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં નવો વળાંક જણાય.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધે અને સામાજિક પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.
  • નાણાકીય: રોકાણમાં કોઈની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સચવાય.
  • આજનો મંત્ર: ॐ शुचये नमः

મિથુનઃ આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય સાથે જ શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, વિચારોને સકારાત્મક રાખવા પરંતુ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કાર્યમાં ધીરજતાથી કામ લેવું તેમજ વિચારોને અમલી મુકવામાં વિલંબના કરવો.
  • પરિવાર: પારિવારિક મધુરતા જળવાઈ રહેશે સાથે જ માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે તથા મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ स्वधायै नमः

કર્કઃ આજે જૂના સંબંધો ફરીથી તાજા થતા જણાય સાથે જ વ્યવહારમાં વિનમ્રતા જરૂરી, દિવસને શ્રેષ્ઠ બનાવવા આપના છુપા ગુણોનો ઉપયોગ કરશો, કામકાજમાં વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે.

  • કાર્યક્ષેત્ર: ધારેલુ કામ પાર પડતું જણાય અને વેપાર માં સાનુકૂળતા જણાય.
  • પરિવાર: પારિવારિક સમય ઉત્તમ જણાય તેમજ યાત્રાનું આયોજન સંભવ બને.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધતું જણાય તેમજ નાણાકીય જવાબદારીઓ વધતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: विभावर्यै नमः

સિંહઃ આજે કોઈ નવા નિર્ણયો લઈ શકાય અને પોતાના મનને સ્થિર રાખવા પ્રયત્ન કરવો, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય, ઈષ્ટદેવને યાદ કરી દિવસનો પ્રારંભ કરવો, મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય તથા કળ થી કામ લેવું.
  • પરિવાર: કૌટુંબિક તણાવનો અંત જણાય અને પારિવારિક મદદથી કાર્ય આગળ વધે.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ कान्तायै नमः

કન્યાઃ આજે માનસિક શાંતિ જણાય, મતભેદ ટાળવા તથા આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, આપની આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે, વડીલોનાં આશીર્વાદથી કાર્યનો પ્રારંભ કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ઉતાર- ચઢાવ સંભવ અને અણબનાવ ટાળવો.
  • પરિવાર: પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય અને મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય સાથે જ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે વધારે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ વધારે ખર્ચ થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ दीप्तायै नमः

તુલાઃ આજે મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી, આપની કોઈ શંકાનું સમાધાન જણાય, પ્રવાસ-પર્યટન ટાળવા, મન અને ધન પર કાબુ રાખવો હિતાવહ, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: મહેનતનું મધુર  ફળ ચાખવા મળશે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી.
  • નાણાકીય: આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય તેમજ નાણાકીય રોકાણ સાચવીને કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતારાય.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ लोकमात्रे नमः

વૃશ્રિકઃ  આજે મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી, આપની કોઈ શંકાનું સમાધાન જણાય, પ્રવાસ-પર્યટન ટાળવા, મન અને ધન પર કાબુ રાખવો હિતાવહ, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: જૂના વિવાદ સમાપ્ત થાય, પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં.
  • પરિવાર: વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આર્થિક વિવાદ ટાળવો તેમજ ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ रमायै नमः

ધનઃ આજે વિચારો સકારાત્મક રાખવા હિતાવહ, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા રહે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ, ગૃહજીવનમાં સંવાદિતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કૌટુંબિક કાર્ય સફળ થતા જણાય, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં ભરશો.
  • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર:  ॐ शिवायै नमः

મકરઃ આજે પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહી તેમજ રોકાયેલા પૈસા પાછા મળી શકે, પડતર કાર્યમાં પ્રગતિ જણાય, સામાજિક કાર્યોમાં સાનુકુળ તક જણાય, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: નાણાકીય વ્યવહારો સાચવીને કરવા હિતાવહ જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનું ફળ મળતું જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ श्रियै नमः

કુંભઃ આજે યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો અને ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, લગ્ન-વિવાહની વાત આગળ વધે, પ્રવાસ–પર્યટન ટાળવા, દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે તેમજ ગેરસમજ-મનદુખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક મતભેદ ટાળવા, પારિવારિક માંગલિક કાર્ય વધે.
  • નાણાકીય: આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ हरिण्यै नमः

મીનઃ આજે મહેનતનું મધુર પરિણામ જોવા મળે તથા આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે, ભાવનાત્મક થઇ ને કોઈ નિર્ણય ના લેવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય.
  • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક વિવાદ ટાળવો.
  • નાણાકીય: ભવિષ્યની યોજનાનું આયોજન થાય, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સચવાય.
  • આજનો મંત્ર: वरलक्ष्म्यै नमः
You cannot copy content of this page