Only Gujarat

Gujarat

પીએમ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે, ગ્રંથોમાં છુપાયેલું છે રહસ્ય

પ્રધાન મંત્રી મોદી જ્યારે પણ બાળકોને મળે છે ત્યારે તેમના કાન ખેંચે છે. આખરે તેઓ આમ કેમ કરે છે ? આ સવાલનો જવાબ મળી ગયો છે. વાત એમ બની કે શુક્રવારે પ્રધાન મંત્રી મોદી માદરે વતનની મુલાકાતે હતા. તેઓ કનોડિયા બંધુને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસ્થાને ગયા હતા. જ્યાં પીએમ મોદીએ હિતુ કનોડિયાના દીકરા રાજવીરનો કાન પણ ખેંચ્યો હતો. પીએમ જ્યારે પણ કોઈ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે. આ પહેલા તેઓ દેશ-વિદેશના પ્રવાસ દરમિયાન અનેક બાળકોના કાન ખેંચી ચુક્યા છે.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના પગલે પ્રધાનમંત્રીના કાર્યક્રમ ફેરફાર કરાયો હતો. અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિવાસસ્થાન પર પહોંચ્યા. અહીં કેશુબાપાના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. ત્યારબાદ પ્રધાનમંત્રી પહોંચ્યા કનોડિયા પરિવારના નિવાસસ્થાને. જ્યાં તેમણે મહેશ-નરેશ કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલી પાઠવી.

પરિવારજનોને સાંત્વના આપી. તે સમયે પ્રધાન મંત્રી મોદીએ હિતુ કનોડિયાના દીકરા રાજવીરનો કાન પણ ખેંચ્યો હતો. બાળકોના કાન ખેંચવાની નરેન્દ્રભાઇની આદત જૂની છે. મોદી જ્યારે પણ કોઈ બાળકને મળે છે ત્યારે તેનો કાન અચૂક ખેંચે છે. આ પહેલા તેઓ અક્ષય કુમારના દીકરા આરવ તેમજ કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોના દીકરાનો પણ કાન ખેંચી ચૂક્યા છે.

મોદીનો બાળકો સાથેનો નાતો અલગ જ છે. તેઓ બાળકોને વહાલ કરે છે અને આશીર્વાદ પણ આપે છે. આશીર્વાદ આપવાની સાથે સાથે કાન પણ ખેંચે છે. સૌને એક જ જિજ્ઞાસા થાય કે મોદીજી બાળકોના કાન કેમ ખેંચે છે ? જેનો જવાબ ભારતના જૂના ગ્રંથોમાં મળી આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ બાળકનો કાન ખેંચે છે તેને થોપ્પુકરણમની ક્રિયા કહેવાય છે. જેનો ઉલ્લેખ બ્રેન યોગામાં પણ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ભારતમાં આ ક્રિયા ખૂબ જાણીતી છે. એવું પણ કહેવામાં આવે છે કે, કાન ખેંચવામાં આવે તો બાળકોમાં એકાગ્રતા અને તેની સ્મરણ શક્તિ વધી જાય છે. તમિલનાડુમાં તો મંદિરોમાં ગણેશજીની મૂર્તિ સામે બાળકોને કાન પકડીને ઉઠક-બેઠક કરાવવામાં આવે છે. જ્યારે શાળાઓમાં એક સમયે શિક્ષકો લેસન ન કરવા બદલ કે તોફનની સજા બદલ કાન પકડીને ઉઠ-બેસ કરવાનું કહેતા હતા.

આ પ્રક્રિયામાં જમણા હાથથી ડાબો કાન અને ડાબા હાથની મદદથી જમણો કાન પકડવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી બાળકોની બુદ્ધિનો વિકાસ થાય છે. ક્યારેક કંઈક ભૂલાય જાય ત્યારે પણ ઘણાં લોકો કાન પકડીને માફી માગે છે. તબીબી વિજ્ઞાનનું માનીએ તો કાનના નીચલા ભાગને ઈયર લોબ કહે છે, જ્યાં મગજ સાથે જોડાયેલા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. કાન પકડતા જ આ પોઈન્ટ્સ એક્ટિવ થઈ જાય છે. આમ કાન ખેંચવાના અનેક ફાયદા છે, પણ તે યોગ્ય રીતે ખેંચવામાં આવે તો જ. જ્યારે જ્યારે પણ મોદીજીએ બાળકોના કાન ખેંચ્યા છે ત્યારે તેઓ હંમેશા ખુશ જ જોવા મળ્યા છે.

You cannot copy content of this page