Only Gujarat

Religion

સામેવાળી વ્યક્તિનો સ્વભાવ જાણવો છે? બસ એ ક્યા મહિનામાં જન્મ્યો છે એ જાણી લો

અમદાવાદઃ તમારા જન્મનો મહિનો તમારા વ્યક્તિત્વના અનેક રાઝ ખોલે છે. જે તમારા ગુણ અને દોષ વિશે જણાવે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, દરેક મહિને કોઈ ને કોઈ ગ્રહનો પ્રભાવ જન્મ લેનારા જાતકો પર જોવા મળે છે. આવો જાણીએ અલગ અલગ મહિનામાં જન્મ લેતા જાતકોનો સ્વભાવ કેવો હોય છે અને તેમાં કેવા ગુણ અને દોષ હોય છે.

જાન્યુઆરીઃ ગ્રહોનો પ્રભાવ – સૂર્ય અને શનિઃ સ્વભાવની વાત કરીએ તો આ મહિનામાં જન્મ લેતો લોકો પોતાના કાર્યમાં ઉતાવળ બતાવે છે, એટલે જ અનેકવાર તેમને લાપરવાહીના કારણે મોટું નુકસાન સહન કરવું પડે છે. એવું જોવામાં આવ્યું છે કે આ મહિનામાં જન્મેલા લોકો કલાના ક્ષેત્રમાં માહેર હોય છે.

ફેબ્રુઆરીઃ ગ્રહનો પ્રભાવ – શુક્રઃ ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો મહેનતુ હોય છે. આ મહિને જન્મનાર જાતકો કલા અને વાણીથી બીજા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તમે તમારા કામને સરળતાથી પૂર્ણ કરી શકો છો. તમે વિચારોમાં રૂઢિવાદી છો.

માર્ચઃ ગ્રહનો પ્રભાવ – ગુરુઃ માર્ચમાં જન્મેલા લોકો પરોપકારી હોય છે. તમે ધર્મના કામમાં હંમેશાં આગળ રહો છો. તમે તમારી વાત પર અડગ રહો છો. જોકે, અનેક વાર તમારી આ આદત તમને નડી શકે છે.

એપ્રિલઃ ગ્રહનો પ્રભાવ – મંગળઃ આ મહિનામાં જન્મેલા લોકો ઊર્જાવાન હોય છે. તેમનો સ્વભાવ જિદ્દી હોય છે. આવા લોકો રમત-ગમત જેવા ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ કરે છે. ક્રોધી સ્વભાવ તમારો નકારાત્મક પક્ષ છે.

મેઃ ગ્રહનો પ્રભાવ – સૂર્યઃ તમે ઓછી મહેનત કરવા છતાં ઉચ્ચ પદ પર બિરાજો છો. એવું જોવામાં આવ્યું છે કે આ મહીનામાં જન્મેલા લોકો પોતાના પર જરૂરથી વધુ વિશ્વાસ કરે છે, જે ઘણીવાર તેમના માટે પરેશાનીનું કારણ બને છે.

જૂનઃ ગ્રહોનો પ્રભાવ – સૂર્ય અને ચંદ્રઃ જૂન મહિનામાં જન્મ લેનારા લોકો મનમોજી હોય છે, જેના કારણે તે પોતાના કામનું ખુદ નુકસાન કરે છે.

જુલાઈઃ ગ્રહનો પ્રભાવ – સૂર્યઃ આ મહિનામાં જન્મેલા જાતકો ખૂબ જ ભાવુક અને જિદ્દી સ્વભાવના હોય છે, પરંતુ તેમનું મન ખૂબ જ સાફ હોય છે. કોઈના પ્રતિ તેમના મનમાં ક્રોધ જેવી ભાવનાઓ નથી હોતી.

ઑગસ્ટઃ ગ્રહોનો પ્રભાવ – શુક્ર અને શનિઃ ઑગસ્ટ મહિનામાં જન્મેલા લોકોને પ્રશાસનિક નોકરીઓમાં જલ્દી સફળતા મળે છે. કોઈ પણ વાતને પોતાની તરફ ફેરવવી તેમને સારી રીતે આવડે છે. તેમની ચતુરાઈ તેમની વાણીમાં સાફ રીતે દેખાઈ આવે છે.

સપ્ટેમ્બરઃ ગ્રહનો પ્રભાવ – બુધઃ આ મહિનામાં જન્મેલા લોકો પોતાના લચ્છેદાર વાતોથી કોઈને પણ ઘુમાવી શકે છે. આ મહિનામાં જન્મેલા જાતકો પોતાની બુદ્ધિનો ઉપયોગ ખૂબ વધુ કરે છે. ખોટા ખર્ચા પર તેમણે નિયંત્રણ રાખવું જોઈએ.

ઑક્ટોબરઃ ગ્રહનો પ્રભાવ – ચંદ્રઃ આ મહિનામાં જન્મેલા લોકોના મન પણ ચંદ્રની જેમ શિતળ હોય છે. આવા લોકોને કલા અને અભિનયના મામલામાં ખૂબ જ જલ્દી સફળતા મળી જાય છે.

નવેમ્બરઃ ગ્રહનો પ્રભાવ – બુધઃ આ લોકોને પોતાની વાણીનું ખૂબ જ અભિમાન હોય છે. આવા લોકો મજાકની સાથે કટાક્ષ કરવામાં માહેર હોય છે.

ડિસેમ્બરઃ ગ્રહોનો પ્રભાવ – શુક્ર અને મંગળઃ આ મહિનામાં જન્મેલા લોકો રક્ષાના ક્ષેત્રમાં ખૂબ જ સફળ થાય છે. પ્રેમ અને કલાના ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય નજર આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page