Only Gujarat

Bollywood

ટપુસેનાના આ બે ફ્રેન્ડ્સ Real Lifeમાં એકબીજાના છે પ્રેમમાં? નામ જાણીને ચોંકી જશો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર લાંબા સમયથી આવે છે. આ શો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. આ શોમાં દરેકનો પોતાનો આગવો પરિવાર છે અને એકબીજાનું ધ્યાન રાખે છે અને એકબીજાના દુઃખો શૅર પણ કરે છે.

જોકે, હાલમાં જ શોના બે સ્ટાર એટલે કે ટપુસેનાના બે કલાકારો રિયલ લાઈફમાં ડેટ કરતાં હોવાની ચર્ચા છે. સોનુ અને ગોલી એકબીજાના પ્રેમમાં હોવાની ચર્ચા થઈ રહી છે. અલબત્ત, હાલમાં જ પલક સિધવાનીએ આ અંગે વાત કરી હતી.

કોરોનાકાળના કારણે સ્ટાર્સ અવાર-નવાર ફેસબુક પર લાઈવ થતા હોય છે. હાલમાં જ પલક સિધવાની લાઈવ થઈ હતી. આ લાઈવ સેશન દરમિયાન પલકના એક ચાહકે સવાલ કર્યો હતો કે તમે કુશ શાહ એટલે કે ડોક્ટર હાથીના દીકરા ગોલીને ડેટ કરો છો ને?

આ સાંભળીને પલકને થોડો ગુસ્સો આવી ગયો હતો અને તેણે કહ્યું હતું કે પાગલ થઈ ગયો છે કે શું? કુશ તેનો ઘણો જ સારો ફ્રેન્ડ છે. પલકની આ વાતથી સ્પષ્ટ થઈ ગયું કે ગોલી તથા સોનુ વચ્ચે અફેર હોવાની વાત માત્ર એક અફવા જ હતી.

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ તથા ગોલી, ટપુ સેનાના મેમ્બર છે. માત્ર સીરિયલમાં જ નહીં પરંતુ રિઅલ લાઈફમાં પણ ખાસ ફ્રેન્ડ્સ છે. ટપુ સેનાના સભ્યો સાથે સમય પસાર કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શૅર કરતાં હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page