Only Gujarat

Bollywood

લક્ઝૂરિયસ કાર જ નહીં સોનાનો સેટ પણ આપ્યો, આ યુવતીને સાસુમાના રાજમાં કરે લીલા લહેર

મુંબઈઃ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સાસુ અને વહુને બહુ બને નહીં. બંને વચ્ચે 36નો આંકડો હોય છે. જોકે, એવી પણ સાસુ વહુની જોડી હોય છે, જેમની વચ્ચે ઘણો જ પ્રેમ છે. એક સાસુમા એવા પણ છે, જેમણે પોતાની વહુને એક નહીં પણ ત્રણ-ત્રણ લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં આપી હતી.

આટલું જ નહીં વહુની બહેનના લગ્નમાં જડતરનો સેટ પણ આપ્યો હતો. આ યુવતી બીજી કોઈ નહીં, પરંતુ ટીવી એક્ટ્રેસ નેહા મર્દા છે. નેહા મર્દાને તેની સાસુમાએ લક્ઝૂરિયસ કાર ગિફ્ટમાં આપી છે.

નેહા મર્દાએ પટના સ્થિત બિઝનેસમેન આયુષ્માન અગ્રવાલ સાથે 2012માં લગ્ન કર્યાં હતાં. નેહાને પતિ કરતાં સાસુમા વધારે લાડ લડાવે છે. પહેલી વેડિંગ એનિવર્સરી પર સાસુમાએ નેહાને બીએમડબલ્યૂ કાર આપી હતી. બીજી વેડિંગ એનિવર્સરી પર સાસુમાએ ઓડી તો ત્રીજી વેડિંગ એનિવર્સરી પર જગુઆર કાર ગિફ્ટ આપી હતી.

નેહાના સાસુમા બીજા જેવા નથી. તે વહુને સતત કરિયર પર ફોકસ કરવાનું કહે છે. નેહા થોડાં મહિના મુંબઈ તો થોડાં મહિના પટના રહે છે. કરિયરમાં આગળ વધવા માટે નેહાને સતત પ્રોત્સાહિત કરે છે.

નેહાની બહેનના લગ્ન હતા ત્યારે તેની સાસુમાએ તેમની સાડીઓ તેને આપી હતી. બંગાળની બાલુચરી સાડી નેહાએ બહેનની પીઠીમાં પહેરી હતી.

આ ઉપરાંત બહેનના લગ્નમાં નેહાને સાસુએ જડતરનો સેટ ગિફટ કર્યો હતો. આ જડતરનો સેટ મુઘલ ડિઝાઈનનો હતો અને એક્ટ્રેસ પર ઘણો જ સારો લાગતો હતો.

You cannot copy content of this page