Only Gujarat

National

પ્યુનમાંથી પ્રમોશન મળ્યાં બાદ રાક્ષશ બન્યો પતિ, પત્નીના કર્યાં આવા હાલ

દેશમાં દરરોજ દહેજ ઉત્પીડન કિસ્સા સામે આવે છે. રૂપિયાની લાલચમાં પોતાની પુત્રવધુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આવો જ એક શૉકિંગ કિસ્સો બિહારના નાલંદા જિલ્લાથી સામે આવ્યો છે. અહીં પતિએ તેના પરિવાર સાથે મળીને પત્ની સાથે હેવાનિયતની દરેક હદ પાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ પછી મૃતદેહના ટુકડા કરી દફન કરી દીધી હતી. કેમ કે મૃતકે પોતાના પિતાના ઘરેથી દહેજમાં રૂપિયા લાવવા માટે ના પાડી દીધી હતી.

આ કમકમાટીભરી ઘટના નાલંદા જિલ્લાના હિલસાના નોનિયા વિગહા ગામની છે. અહીં સાસરિયાઓએ દહેજ ન મળતાં વહુની હત્યા કરી તેને દફન કરી દીધી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મૃતક માતા-પિતાએ દીકરીને ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં. આ પછી તેમણે કોઈ સંબંધી પાસેથી દીકરી વિશે માહિતી મળતાં જાણ થઈ કે તે સાસરીમાં નથી. પિયરના લોકોને આશંકા હતી. આ પછી દીકરીના સાસરિયા વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો.

પીડિતાના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી કાજલના લગ્ન જગત પ્રસાદના દીકરા સંજીત કુમાર સાથે ગયાં વર્ષે 27 જૂન 2020માં થયાં હતાં. સંજીત રેલવેમાં ગ્રુપ ડીના પદ પર હતો. એટલે અમે મોટી આશા સાથે દીકરીનો સંબંધ તેમની સાથે કર્યો હતો. વિચાર્યું હતું કે, જમાઈ કેન્દ્રમાં નોકરી કરે છે એટલે અમારી દીકરી ખુશ રહેશે. પણ અમને નહોતી ખબર કે, અમે જેને સારો માણસ સમજી રહ્યા છીએ તે હૈવાન નીકળશે.

પોલીસે શંકાના આધારે પીડિતાના પિતા અરવિંદ સિંહની 19 વર્ષની દીકરી કાજલ કુમારીની શોધ શરૂ કરી હતી. ઘણાં દિવસો પછી કાલજનો મૃતદેહ નોનિયા વિગહા ગામના એક ખેતર પાસેથી મળ્યો હતો. જ્યાં આરોપીએ મૃતદેહના ટુકડા કરી જમીનમાં ફેંકી દીધા હતાં.

પોલીસને ઘટના સ્થળે પેટ્રોલ છાંટ્યાના પણ નિશાન મળ્યા છે. જેનાથી જાણી શકાય છે કે, હેવાનોએ કાજલના શબને પેટ્રોલ છાંટી સળગાવ્યો હશે. મૃતકોના પરિજનોએ જણાવ્યું કે, થોડાંક દિવસ પહેલાં જ જમાઈ સંજીતનું પ્રમોશન થયું હતું અને તે પ્યૂનમાંથી ટીટીઈ બની ગયો હતો.

આ પછી તે દીકરી પાસે દહેજમાં 6 લાખ રૂપિયાની માંગ કરવા લાગ્યો હતો. કાજલે તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારઝૂડ કરી હતી. આ કામમાં ઘરવાળા તેનો સાથ આપતાં હતાં. પતિના અત્યાચાર વિશે દીકરીએ અમને પહેલાં જણાવ્યું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં 8 હજાર રૂપિયા સંજીતને આપ્યા હતાં છતાં પણ તેના પરિજનો સાથે મળી ગર્ભવતી પત્ની કાજલની હત્યા કરી દીધી હતી.

You cannot copy content of this page