Only Gujarat

Religion

આજે સ્થિર અને રવિયોગનો સમન્વય! કોને ફળશે ગુરુદેવની કૃપા? વાંચો રાશિફળ

રાશિફળ: 29-10-2020: આજે સ્થિર અને રવિયોગનો સમન્વય! કોને ફળશે ગુરુદેવની કૃપા? જુઓ આપનું રાશિફળ..

મેષઃ આજે આપના મહેનતનું મધુર ફળ ચાખવા મળશે સાથે જ અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, રોજીંદા કામોથી લાભ જણાય પરંતુ અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: માંગલિક કાર્યો આગળ વધે, સામાજિક મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: વાહન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ સંભવ સાથે આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનું ફળ મળતું જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ धीमते नमः

વૃષભઃ આજે રોજીંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય તેમજ આર્થિક મુશ્કેલીઓનો માર્ગ જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.

  • કાર્યક્ષેત્ર: ક્રિએટીવ વિચારો આવે સાથે જ તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી, ગૂંચવાયેલી આર્થિક બાબતોનો નિકાલ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ हेमवपुषे नमः

મિથુનઃ આજે ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ નથી અને વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલાં અનુભવીની સલાહ લેવી હિતાવહ રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને મન માં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે.
  • પરિવાર:  પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ, ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: भूरियशसे नमः

કર્કઃ આજે જૂના મિત્રોને મળવાનું સંભવ બને સાથે જ નાણાકીય રોકાણ સાચવીને કરવુ, ગેરસમજ મનદુઃખ ટાળવા, આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, જૂના વિવાદ સમાપ્ત થાય, પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: વ્યવહારિક સફળતા મળતી જણાય, જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: માનશીક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ धर्मरूपाय नमः

સિંહઃ આજે કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા, પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી, દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા થતા જણાય, મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: વેપારમાં લાભ સંભવ, કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ.
  • પરિવાર: કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી  હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सर्ववेदान्तविदे नमः

કન્યાઃ આજે કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળી રહે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આર્થિક મોકળાસ દુર થતી જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.

  • કાર્યક્ષેત્ર: નેગેટીવ વિચારોથી દુર રહેવું, કાર્યબોજ હળવો થતો જણાય.
  • પરિવાર: સામાજિક સમસ્યા દૂર થતી જણાય, ભાઈભાંડુ થકી ધનલાભ સંભવ.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વાંચન-મનનની અંદર સમય વધારે પસાર કરવો.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ बृहस्पतये नमः

તુલાઃ આજે અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન આપની અડચણો ની દવા બને, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે.
  • પરિવાર: મિત્ર-વડિલ તરફથી આર્થિક મદદ મળી રહે, સામાજિક પ્રશ્નનું નિરાકરણ સંભવ બને.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ સારો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતામાં વધારો સંભવ.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

વૃશ્રિકઃ  આજે કાર્યની બધી જ જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, જમીન-મકાન લે વેચ માં ધ્યાન રાખવું, મોસાળ પક્ષથી લાભ સંભવ, નવા કાર્યનો શુભારંભ સંભવ બને, આપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય.

  • કાર્યક્ષેત્ર: ચિંતાનાં વાદળો દુર થતા જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: સ્નેહીજનો ની મદદ આપને ઉપયોગી નીવડે, ગૃહજીવન સારું.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ सर्वगाय नमः

ધનઃ આજે મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ પરંતુ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ, આનંદ, મનોરંજનમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય, શ્રેય બીજાને મળતો જણાય
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ વડીલની મદદ ઉપયોગી નીવડે.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે, આવકના સ્રોતમાં વધારો થતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર:  ॐ सर्वेशाय नमः

મકરઃ આજે મધ્યાહન બાદ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, નવી યોજનાનું આયોજન સંભવ, ઉતાવળિયું પગલું ભરવું નહિ, આપના કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.
  • પરિવાર: સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, સામાજિક કાર્યમાં બહાર જવાનું થાય.
  • નાણાકીય: આવકના સ્રોતમાં વધારો થતો જણાય, મનમાં અસંતોષની ભાવના રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सर्वदाय नमः

કુંભઃ આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો સાથે જ રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ તેમજ યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે સ્થાન પરિવર્તન સંભવ બને, મનદુઃખ ટાળવા હિતાવહ.
  • પરિવાર: ગૃહજીવનમાં સંવાદિતા જણાય તેમજ સાંજના કામ માં સાનુકુળતા જણાય.
  • નાણાકીય: આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, નાણાવ્યય વધતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ सुराचार्याय नमः

મીનઃ આજે યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકુળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: સાંજના સમયમાં સાનુકુળતા જણાય, એકાએક આવી પડેલા પ્રશ્નો ને કુશાગ્રતા થી ઉકેલવા પડે.
  • પરિવાર: સામાજિક અને પારિવારિક કાર્યો પુરા થાય, વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય.
  • નાણાકીય: આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, કર્જ વ્યાજની ચિંતા દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ सर्वज्ञाय नमः
You cannot copy content of this page