Only Gujarat

Religion

માત્ર બે જ રાશિ પરિવર્તન, કુંભ-વૃષભ રાશિના જાતકો માટે સારા સમાચાર, આ જાતકોનો મુશ્કેલ સમય શરૂ

અમદાવાદઃ જુલાઈ મહિનામાં 9 ગ્રહોમાંથી માત્ર 2 ગ્રહો પોતાની રાશિ બદલશે, આ ઉપરાંત 5 જુલાઈએ ચંદ્ર ગ્રહણ પણ છે. જ્યારે રાશિ પરિવર્તન થાય છે તો તેની તમામ 12 રાશિઓ પર અસર થાય છે. જુલાઈના મહિનામાં માત્ર સૂર્ય અને બુધનું પરિવર્તન થશે.

સૂર્ય- 17 જુલાઈએ સૂર્ય રાશિ બદલશે. સૂર્ય આ દિવસે કર્ક રાશિાં પ્રવેશ કરશે. તમામ ગ્રહોમાં સૂર્યને રાજાની પદવી મળેલી છે. જ્યોતિષમાં સૂર્યને તેજ, માન-સન્માન અને યશ આપનાર ગ્રહ મનાય છે. ચંદ્ર- ચંદ્ર દર અઢી મહિને રાશિ બદલે છે. જુલાઈ મહિનામાં ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણ 5 જુલાઈએ થશે. ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પર પૃથ્વીની છબિ જ પડશે.

મંગળઃ જુલાઈ મહિનામાં મંગળનું રાશિ પરિવર્તન થશે નહીં, સંપૂર્ણ મહિનો મંગળ મીન રાશિમાં જ રહેશે. ગ્રહોમાં મંગળને સેનાપતિ મનાય છે. તેની અસરથી વ્યક્તિનો ગુસ્સો વધી જાય છે અને જમીન સાથે જોડાયેલા વિવાદ થવા લાગે છે. બુધ- 12 જુલાઈએ બુધ વક્રી થશે. બુઘ હાલ મિથુન રાશિમાં છે.


ગુરુ- 30 જૂને ગુરુનું રાશિ પરિવર્તન થયું. હવે આ મહિને ગુરુનું રાશિ પરિવર્તન થશે નહીં. ગુરુ મકર રાશિમાં 20 નવેમ્બરે પ્રવેશ કરશે. ધનુ અને મીન રાશિના સ્વામિ એવો ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નીચ રાશિગત મનાય છે. તેમના પરિવર્તનથી પૃથ્વીવાસીઓ પર પ્રત્યક્ષ અસરો જોવા મળશે.

શુક્ર- સુખ અને સંપન્નતાનો વાહક હોય છે શુક્ર. જુલાઈમાં શુક્ર વૃષિક રાશિમાં રહેશે. આ અગાઉ શુક્ર ગ્રહ 25 જૂન બપોરે 12.16 મિનિટે વક્રિ અવસ્થા છોડી માર્ગી થઈ જશે. શુક્ર સંતાન સુખ, વાહન-મકાન સુખ, સૌંદર્ય, દાંપત્ય, પ્રેમ સંબંધ તથા ઉચ્ચે ચરિત્રના વાહક છે. વૃષભ તથા તુલા રાશિના સ્વામી શુક્ર કન્યા રાશિમાં નીચ રાશિગત અને મીન રાશિમાં ઉચ્ચ રાશિગત મનાય છે.

શનિ- સૌથી ધીમી ચાલ ચાલનાર શનિ જ છે. તે 2.5 વર્ષે પોતાની રાશિ બદલે છે. શનિ એક રાશિમાં ફરી આવવામાં 30 વર્ષનો સમય લે છે. શનિ હાલ મકર રાશિમાં છે. શનિ આ અગાઉ 11 મેનાં વક્રી થયો હતો.

રાહુ-કેતુની સ્થિતિ- રાહુ-કેતુને જ્યોતિષમાં છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, હાલ તેમનું રાશિ પરિવર્તન નહીં થાય. હાલ રાહુ મિથુનમાં અને કેતુ ધનુ રાશિમાં છે.


જુલાઈમાં રાશિઓ પર અસર
શુભ- વૃષિક, મિથુન, કુંભ અને કન્યા
અશુભ- મેષ, મીન, ધનુ અને તુલા
અન્ય રાશિઓ પર મિશ્રિત અસર રહેશે.

You cannot copy content of this page