Only Gujarat

Religion

મકરનું વાર્ષિક રાશિફળ: વૈવાહિક જીવનમાં અશાંતિ રહેશે, હૃદય સંબંધિત બીમારી થઈ શકે છે

વર્ષના પ્રારંભે ગુરુ મહરાજ મકર અને ત્યાર બાદ કુંભ રાશિમાં આવી વર્ષના અંતે પુનઃ મકર રાશિમાં સ્થિર થતા જોવા મળે. આ સમયગાળો આપના માટે થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. મકર રાશિના મિત્રો માટે સાડાસાતીનો બીજો તબક્કો જે સોનાના પાયે છે તે આપને કષ્ટ અપાવે. ગુરુનું ભ્રમણ પણ વર્ષમાં બે વખત મકર રાશિમાં હોવાથી આપને મોટી મુશ્કેલીઓમાંથી ગુરુ મહરાજ બચાવી શકે છે. કોઈ પણ વિચાર્યા વગરના પગલાં લેવા નહીં. આપની રાશિથી પાંચમાં સ્થાને રહેલો વૃષભનો રાહુ લાભ કરાવવાવાળો બને. કેટલીક બાબતોમાં આપને સફળતા મળતી જણાય અને કેટલીક બાબતોમાં આપ વધુ પડતા પરેશાન હોવ તેવું આપને લાગ્યા કરે.

આપની રાશિનો માલિક પોતાની જ રાશિમાં છે જે સાડાસાતીનો બીજો તબક્કો હોવાથી આપને વધુ પડતી ચિંતા કરાવે. નકારાત્મક બાબતો પર વધુ ચિંતન કર્યા કરો. વર્ષના આરંભથી જ ધનાધિપતિ શનિ આપની રાશિમાં જ રહેશે જે સમગ્ર વર્ષ દરમ્યાન આપના માટે નાણાકીય તકલીફો દૂર રાખશે. જે લોકો મહેનતથી અને નીતિથી કામ કરે છે તેવા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં.

વર્ષના પ્રારંભથી જ આપના વૈવાહિક જીવનમાં અશાંતિ લાગ્યા કરે. પત્નીના આરોગ્યની ચિંતા આપને રહ્યા કરે. પત્ની સાથે વાદવિવાદને કારણે આપના દાંપત્યજીવન ઉપર તેની ઊંડી અસર પડી શકે તેમ છે. માટે કોઈ પણ બાબતનું સમાધાન સમજી-વિચારી સાથે બેસી ચર્ચા કરી કરવું આપના માટે લાભદાયી બને. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સાચવવું આપના માટે સૌથી પ્રથમ હશે. હૃદય સંબંધિત બીમારીઓ તેમજ ગુપ્તરોગની સમસ્યાઓ થઈ શકે છે નાની નાની વાતમાં ગભરામણ થવી, બેભાન થવું જેવી સમસ્યાઓ આપને વધુ પરેશાનીમાં મૂકી શકે છે. બદનામીના ડરથી આપને વધુ ચિંતા થઈ શકે અને તેના કારણે આપની પરિસ્થતિ વિકટ બનતી જાય.

સંતાન સંબંધે આવનારું આખું વર્ષ આપને લાભ થશે માટે સંતાન બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આપના પિતૃઓના આશીર્વાદ આપના ઉપર બનેલા રહેશે. સંતાનોનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. નોકરીમાં આપને લાભ થઈ શકે છે. ઉપરી અધિકારી સાથે વાદવિવાદનો અંત પણ આપ આ વર્ષે લાવી શકો છો. વર્ષના અંત ભાગમાં આપને નોકરીથી કંઈક વિશેષ શીખવા મળી શકે. વ્યવસાયમાં જેટલું ધ્યાન આપશો તેટલો લાભ થશે. આ વર્ષ દરમ્યાન આપને ખેતીના કામકાજમાં મહેનતના પ્રમાણમાં ફળ મધ્યમ પ્રકારે મળતું જણાય.

વર્ષ દરમ્યાન આપની સ્થાવર-જંગમ મિલકતમાં કેટલાક વિચાર્યા વગરના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમાં કંઈ ખોટું નથી. સંપત્તિમાં આ વર્ષે કોઈ ખાસ ફેરફાર જણાતો નથી, પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી કેટલાક નાના બદલાવ આવી શકે છે. પ્રભુ કૃપાથી આ વર્ષે શત્રુઓ આપને વધુ પજવી શકશે નહીં. જૂનાં શત્રુઓ છે તે વર્તમાન સમયમાં પણ આપનો પીછો નહીં છોડે. પ્રેમ સંબંધો બાબતે આ વર્ષે આરોપો-પ્રત્યારોપો સિવાય કંઈ ખાસ નહીં બની રહે. વિદેશ જવાની આપની ચાહના ખોટા ખર્ચા કરાવી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી વિદેશયાત્રા કરો તો પણ સમસ્યા રહેશે.

મકર રાશિના મિત્રોએ આ વર્ષની તમામ મુશ્કેલીઓ દૂર કરવા પોતાના ઈષ્ટદેવ સહિત શનિ મહારાજનું પૂજન કરવું. દરરોજ શનિ ચાલીસાના પાઠ કરવા. તેમજ દર શનિવારે સરસવના તેલનો અભિષેક શનિ દેવ પર કરવો. 11 લીંબુની માળા શનિ દેવને અર્પણ કરવી સાથે એ દિવસે ગરીબોને અન્નનું દાન કરવું.

You cannot copy content of this page