Only Gujarat

Religion

કર્કનું વાર્ષિક રાશિફળ: આરોગ્ય બાબતે વોર્નિંગ સમાન છે આ વર્ષ, નોકરીનામાં ફેરબદલીના સંપૂર્ણ યોગ

ગુરુના દૃષ્ટિકોણથી આપના સાતમા ભાવથી 6-4-21 સુધી ભ્રમણ રહેશે. આ વર્ષ દરમ્યાન આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પૂર્ણ થતી જણાય. વર્ષના આગમનથી જ શનિ મકર રાશિમાં આપની રાશિથી સપ્તમ સ્થાને ભ્રમણ કરશે જેનું ફળ આપના માટે સારું રહી શકે. ભાગીદારો સાથેના સંબંધોમાં સુધારો થઇ શકે સાથે નવા ભાગીદારોને પણ આપ ઉમેરી શકો છો. હુનું ભ્રમણ 11માં સ્થાને વૃષભ રાશિમાં તેમ જ કેતુનું ભ્રમણ વૃશ્ચિક રાશિમાં પાંચમા ભાવે થાય છે. જેના કારણે આપના ઘરમાં ખૂબ આનંદનો માહોલ રહેશે. આપની હિંમત માં વધારો થાય.

વર્ષ દરમ્યાન કોઈ મોટા ગ્રહોની પરિસ્થિતિ આપની રાશિમાં નથી બનેલી, જેના કારણે આપના જીવનમાં માનસિક તકલીફો આવવાની શક્યતાઓ નહીંવત છે. આ વર્ષ આર્થિક દૃષ્ટિએ આપને રાહત પહોંચાડે તેવું રહે. નાનીમોટી મુશ્કેલી આવે જેના કારણે નફો કે મૂડી ઓછા ન થાય તેની કાળજી લેશો. જેને નાણાં ધીર્યાં છે તેની સાથે ચર્ચા કરી લેશો. વર્ષ દરમ્યાન આવક અને જાવકમાં કોઈ મોટો ફેર જોવા મળતો નથી.

વર્ષના પ્રારંભથી એટલે કે ફેબ્રુઆરી 2021 સુધી જેનાં લગ્ન નથી થયાં તેવા જાતકોને સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે લોકો વિવાહિત છે તેમને પણ સાંસારિક જીવનમાં અનોખો આસ્વાદ પ્રાપ્ત થઇ શકે છે. આપના સાસરી પક્ષમાંથી અચાનક કોઈ પણ સમસ્યા આવી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ પણ સમસ્યા થાય તો આ વર્ષ દરમ્યાન તેનું સારી રીતે નિરાકરણ લાવી શકો છો. આ વર્ષ આરોગ્ય બાબતે આપના માટે વોર્નિંગ સમાન છે. આપના શરીરમાં પિત્ત અને વાયુનો વધારો થઇ શકે છે. જો કેટલાય સમયથી દવાઓના આશરે જીવન વ્યતીત કરો છો, તો થોડી સાવધાની રાખવી. આયુર્વેદિક કે ઘરગથ્થુ ઉપચારને પ્રાધાન્ય આપવું.

નિ:સંતાન દંપતીઓ માટે માર્ચ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી ગર્ભાધાન થવાના તેમ જ ઇચ્છિત સંતાનપ્રાપ્તિના યોગ બને છે. વર્ષ દરમ્યાન આપના નોકરીના ક્ષેત્રોમાં ફેરબદલી થવાના સંપૂર્ણ યોગ છે. ફેબ્રુઆરી પછી નોકરીમાં કોઈ ખોટા કામ ન થાય તેની ખાસ કાળજી લેશો. ઉપરી અધિકારીની નારાજગી દૂર થઇ શકે છે. ધંધામાં આ વર્ષ ચડતી-પડતીનું રહી શકે છે. ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષ શ્રમ અને ચિંતાથી ભરેલું રહે. આ વર્ષ દરમ્યાન વિદેશથી કોઈ ખાસ સફળતા મળે તેવું જણાતું નથી.

વર્ષ દરમ્યાન કોઈ મોટી રીતે આપની સંપત્તિમાં વધારો કે ઘટાડો જોવા મળતો નથી. આપનાં માતા-પિતા કે ભાઈના નામે સંપત્તિ લેવામાં વધુ સફળતા પ્રાપ્ત થશે. પૈતૃક જમીન જો આપની પાસે હશે તો તેના ફેરબદલના યોગો પણ બની રહ્યા છે. વર્ષના આરંભે કોઈ પણ ગ્રહોની આંટીઘૂંટી ન હોવાથી શત્રુઓ કે કોર્ટ-કચેરીની આપની દોડધામ ઓછી રહી શકે. કેટલીક વખત એવું બની શકે કે આપ જાણતાં ન હો છતાં જીવનની કસોટીથી પસાર થવું પડે. આપના જૂના કોર્ટ કેસ છે તેમાં મહદ્દંશે રાહત મળતી જણાય. આ વર્ષ દરમ્યાન પ્રેમના ઉમળકા વધી શકે તેમ છે. આપ કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ઝડપથી આવી શકો છો. પ્રેમભંગનો પણ યોગ આ વર્ષ દરમ્યાન બની શકે છે.

કર્ક રાશિના મિત્રોને જીવનમાં સુખ-શાંતિ માટે એક આખું શ્રીફળ લેવું. તેને પોતાના માથેથી સાત વખત ઊતરવું. જ્યારે આપના માથેથી ઉતારે ત્યારે આપનું મુખ દક્ષિણ દિશા તરફ રહેવું જોઈએ. આ પ્રયોગ દર મહિને વદ પક્ષની આઠમના દિવસે કરવો.તેમ જ આપેલ મંત્રને નિત્ય 21 માળા કરવી.

You cannot copy content of this page