Only Gujarat

Religion

આજે શનિવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

રાશિફળ: 19-09-2020: શનિવારના દિવસે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો પર રહેશે બજરંગબલી ની કૃપા તો બીજી રાશિના જાતકો એ આ મંત્રથી તેમને રીઝવવા…

  • મેષઃ કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, યજ્ઞ- યાગાદિનું આયોજન સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ मारुतात्मजाय नमः

  • વૃષભઃ પારિવારિક આનંદ જળવાઈ રહેશે, ભાવનાત્મક થઇને કોઈ નિર્ણયના લેવો હિતાવહ, સ્નેહીજનોની મદદથી નવા નિર્ણયો લઈ શકાય, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, આજે બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહેશે.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સચેત રહેવું.
  • આજનો મંત્ર: ॐ अशोकवनकाच्छेत्रे नमः

  • મિથુનઃ ઇષ્ટદેવની આરાધના વિશેષ ફળદાયી જણાય, આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ તથા ગૃહજીવનના મતભેદ ટાળવા.
  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ प्रभवे नमः

  • કર્કઃ નકારાત્કમ લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, લાંબી મુસાફરી ટાળવી, કોઈ નવી વસ્તુમાં સાહસ કરવાનુ વિચારવુ નહીં, બિનજરૂરી બાબતોની દલીલબાજી ટાળવી, દિનચર્યામાં સામાન્ય બદલાવ જરૂરી હિતાવહ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ प्राज्ञाय नमः

  • સિંહઃ આજે મન માં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, નવા સાહસો વિચારીને કરવા, અગત્યનાં કાર્યોમાં સફળતા જણાય, દાંપત્યજીવનમાં મધુરતા જણાય, કળથી કામ લેવુ, વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ योगिने नमः।

  • કન્યાઃ મનનાં વિચારો મનમાં ઓસરતા જણાય, વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થાય, કોર્ટ-કચેરીના કાર્યમાં વિલંબ આવતું જણાય, આપને મહેનતનો મધુર સ્વાદ ચાખવા મળે, દિવસ પૂર્ણ થતા કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે, કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ.
  • નાણાકીય: મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: રચનાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ वज्रनखाय नमः

  • તુલાઃ કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, નવી યોજનાનું આયોજન સંભવ, નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી, સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, ગૂંચવાયેલી આર્થિક બાબતોનો નિકાલ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ दीनबन्धुराय नमः।

  • વૃશ્રિકઃ નવા સાહસો વિચારીને કરવા, સાહિત્ય અને કળાત્મક કામોને આગળ વધારવા માટે શુભ દિવસ છે, ધાર્યું કાર્ય આગળ વધે, અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, વિરોધીથી સાવધ રહેવું.
  • કાર્યક્ષેત્ર: જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને કાર્યક્ષેત્રે પડતર પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા હિતાવહ, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ वागधीशाय नमः

  • ધનઃ અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્ય માટે એકાએક કરેલો પ્રયાસ હકારાત્મક પરિણામ લાવશે.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મતભેદ ટાળવા, માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ स्फटिकाभाय नमः

  • મકરઃ નકારાત્મક વિચારોથી દુર રહેવું, નવા સાહસો વિચારીને કરવા, સામાજિક સમસ્યા દૂર થતી જણાય, સાંજના સમયે કામમાં સાનુકુળતા જણાય, વાણી-સંયમ જાળવવો, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય. આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: ધારેલા કામ સફળ થતા જણાય, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.
  • પરિવાર: ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, મનોરંજનમાં આર્થિક વ્યય વધારે થતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ रामसुग्रीव सन्धात्रे नमः

  • કુંભઃ નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, જૂના રોકાણથી ફાયદો જણાય, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.
  • કાર્યક્ષેત્ર: પડતર કાર્ય આગળ વધે, કાર્યક્ષેત્રે લાભની સંભાવના.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: માનશીક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ विजितेन्द्रियाय नमः

  • મીનઃ નિર્ણય લેવામાં ઉતાવળ કરાવી હિતાવહ નથી, વિચારેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે, યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, અંગત બાબતનો બાબતોનો ઉકેલ આવતો જણાય, બીજા પ્રત્યે આદરભાવ રાખવો.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં જરૂરથી વધારે વ્યસ્તતા જણાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ मायात्मने नमः
You cannot copy content of this page