Only Gujarat

National TOP STORIES

પતિ હોય તો આવો! પત્ની માટે જે કર્યું, આવું તો કોઈ ના કરી શકે, તમને પણ વાંચીને થશ ગર્વ

નોઈડાઃ એક યુવતી એ જાણતી નહોતી કે સિવિલ સર્વિસ એક્ઝામ શું છે? તેની પરીક્ષા કેવી રીતે આપવામાં આવે છે, તેની તૈયારીઓ કેવી રીતે કરવામા આવશે? પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા તારી અંદર અધિકારી બનવાની ક્ષમતા નથી. આ સાંભળી યુવતીએ અધિકારી બનવાની તૈયારીઓ શરૂ કરી દીધી. ઘણીવાર નિષ્ફળતા મળી છતાં તેણે હાર માની નહીં. આ વચ્ચે તેના લગ્ન નક્કી થઇ ગયા પરંતુ તેના પતિએ અધિકારી બનવાના તેના સ્વપ્નને પુરા કરવામાં કોઇ કસર છોડી નથી. અહીં એક વર્કિગ વુમન, વાઇફ અને આઇએએસ બનવાની કાજલ જ્વાલાની સંઘર્ષ કહાની.

મનમાં કાંઇ કરવાનું ઝનૂન હોય અને પતિનો સાથ મળી જાય તો યુવતીઓ કાંઇ પણ કમાલ કરી શકે છે. મેરઠની રહેવાસી કાજલ જ્વાલાએ લગ્ન બાદ પણ પોતાના સપનાને છોડ્યું નહી અને મહેનત કરી તેને પુરુ કર્યું હતું. આ સફરમાં તેના પતિએ તેનો ખૂબ સાથ આપ્યો હતો.


કાજલ મૂળ મેરઠની રહેવાસી છે. કાજલે મથુરામાંથી ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં બીટેક કર્યું. ત્યારબાદ તેની નોકરી વિપ્રોમાં લાગી ગઇ. તેણે 2012માં તૈયારી સાથે નોકરી પણ શરૂ કરી દીધી. કાજલના મતે આઇએએસની પ્રી એક્ઝામ સતત મળી રહેલી અસફળતાએ તેની હિંમત વધારી હતી.

કાજલે કહ્યુ કે, મારા ઘરના લોકો મને કહેતા હતા કે પોતાના ભવિષ્ય તરફ ધ્યાન આપો અને ભૂતકાળ પર દુખ ના કરો. તું ભણવામાં સારી છો અને તું આ કરી શકે છે. લગ્ન મારા માટે ક્યારેય પરેશાની બની નથી. મારા પતિ ખૂબ સપોર્ટિવ છે. તે ઘરનું બધુ કામ કરતા હતા. જમવાનું બનાવવાની લઇને કચરા પોતું બધુ જ કરતા હતા. તે કહેતા કે તું ફક્ત ભણવામાં ધ્યાન આપ. હું તેમના હાથનું બનાવાનું જમતી અને વાંચતી હતી.


કાજલ જ્વાલા નવ વર્ષથી મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. કાજલનું વાર્ષિક પેકેજ 23 લાખ રૂપિયા હતુ. જોકે, કાજલની નોકરી અને લગ્ન જીવનમાં તાલમેલ બેસાડી પોતાની તૈયારીઓ ચાલુ રાખી. તે નોકરી છોડવા માંગતી નથી. તે ઓફિસ જતા સમયે કેબમાં વાંચતી હતી. વીકએન્ડમાં આખો દિવસ ભણતી હતી.

કાજલ કહે છે કે યુપીએસસીનો સિલેબસ એક સાગર જેવો છે. એવામાં તૈયારી માટે જરૂરી છે દરરોજ વાંચવું. એ તમને વિચાર બનાવવામાં ખૂબ મદદ કરે છે. તમામ સ્ટેજ માટે અલગ અલગ રણનીતિ બનાવવી પડે છે.

કાજલે કહ્યુ કે મારા માટે સમયનો અભાવ સૌથી મોટો પડકાર હતો. મારી અસફળતાનું કારણ સમયનો અભાવ હતો. જોકે. કાજલે કોચિંગનો સહારો લીધો નહી અને સેલ્ફ સ્ટડીથી તૈયારી કરી હતી. ત્રણ વર્ષ સતત તૈયારી કરતી રહી અને એક્ઝામ આપતી પરંતુ પ્રી એક્ઝામ પણ પાસ ના કરી શકી. કાજલ ચાર પ્રયાસ બાદ યુપીએસસી પાસ કરી શકી નહીં. બાદમાં તેને 2018માં પાંચના પ્રયાસમાં સફળતા મળી અને તે આઇએએસ મેઇન એક્ઝામમાં 1750માંથી 850 નંબર મળ્યા હતા. જ્યારે ઇન્ટરવ્યૂમાં તેને 201 નંબર મળ્યા હતા.

28મી રેન્ક સાથે કાજલ આઇએએસ ક્લિયર કર્યું અને અંતમાં પિતાના અધિકારી બનવાના સપનાને પુરુ કર્યું હતું. કાજલ યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધુને વધુ રિવીઝનની ટિપ્સ આપે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page