Only Gujarat

Bollywood

ભાઈની પીઠીમાં ભાભી સાથે ‘પ્રેરણા’એ કરી ધમાલ-મસ્તી, અનેરો હતો અંદાજ

મુંબઇઃ ટીવી સીરિયલ મેરે ડેડ કી દુલ્હન અને હમ તુમ અને દેમ વેબ સીરિઝમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હાલના દિવસોમાં તે પોતાના ભાઇના લગ્નમાં સામેલ થવા માટે ઘર ગઇ છે. જેની તેણે કેટલીક તસવીરો શેર કરી છે.


ફોટોમાં તે પોતાના ભાઇના હલ્દી સેરેમનીમાં નજર આવી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ પોતાના ભાઇ, થનારી ભાભી, દીકરો અને દીકરી અને પાપા સાથે જોવા મળી રહી છે. તે તમામ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.


શ્વેતા તિવારીએ પીળો લહેંગો પહેર્યો છે અને સાથમાં મોટી ઇયરિંગ્સ જોવા મળી રહી છે. આ સાથે જ દીકરી પલક તિવારી પણ મમ્મી શ્વેતા તિવારી સાથેનો મેચિંગ ડ્રેસ પહેર્યો છે.


તે પોતાના બંન્ને બાળકો દીકરી પલક તિવારી અને દીકરો રેયાંશ કોહલી સાથે જોવા મળી રહી છે. આ સાથે જ એક્ટ્રેસ પોતાના મમ્મી પપ્પા સાથે પણ દેખાઇ રહી છે.


શ્વેતા તિવારી ભાઇ પર પોતાની થનારી ભાભી સાથે મસ્તી કરી રહી છે.


શ્વેતા તિવારીના ભાઇ નિદાન તિવારીને હળદર લગાવી રહી છે.


ખુલ્લા વાળ, મોટી ઇંયરિંગ્સ અને પીળો લહેંગામાં દીકરી સાથે સુંદર દેખાઇ રહી છે શ્વેતા તિવારી


થનારી ભાભી યશમીનને તૈયાર કરતી શ્વેતા તિવારી

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page