Only Gujarat

National

મહિલા 100ની સ્પીડમાં ચલાવતી હતી કાર, પાંચ સેકન્ડમાં પરિવારનો માળો વિખેરાયો

વધુ એક કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સ્પીડમાં જતી એક કાર કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં સવાર રેલવે કર્મચારી, તેના પિતા, બે દીકરીઓનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચલાવી રહેલી રેલવે કર્મચારીની શિક્ષિકા પત્ની અને દીકરાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ગમત્ખ્વાર અકસ્માત ઉત્તરપ્રદેશનો છે. અહીંના રાનીગંજમાં રહેતી નિલમ વર્મા પોતાના પરિવાર સાથે કાનપુર જવા નીકળી હતી. દરમિયાન કાનપુર હાઈ-વે પર નીલમને ઝોકું આવી જતાં કાર સેક્સલેન પર સાઈડમાં ઉભેલા કેન્ટેનર પાછળ ઘુસી ગઈ હતી.

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કન્ટેનર મળ્યું નહોતું. નજરે જોનારાઓના કહેવા મુજબ ઘટના બાદ કન્ટેનર ચાલક ગાડી લઈને ભાગી ગયો હતો. પોલીસે બધા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જેમાં નિલમ વર્માના પતિ, સસરા અને બે દીકરીઓના મોત નિપજ્યા હતા. જ્યારે નિલમ વર્મા અને તેના એક દીકરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નજરે જોનારાઓના કહેવા મુજબ કારની ઝડપ ખૂબ હતી. પોલીસનું અનુમાન છે કે કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાક આસપાસ હશે. જેવી કાર ધડાકાભેર કન્ટેનર સાથે અથડાઈ તો અવાજ સાંભળી આજુબાજુ હાજર લોકો દોડી આવ્યા હતા. જેમણે નજીક જઈને જોયું તો અંદર બધા મૃત હાલતમાં પડ્યા હતા.

પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી તો નિલમ નર્મા ડ્રાઈવિંગ સીટ પર હતી. તેને સીટ બેલ્ટ લગાવી રાખ્યો હતો અને તેની બાજુની એરબેગ પણ ખૂલી હતી. જ્યારે બાજુમાં બેઠેલા અમરસિંહે સીટ બેલ્ટ લગાવ્યો નહોતો. જોકે તેમની સામે આવી એરબેગ ખુલી હતી, પણ તે તેમનો જીવ બચાવી શકી નહોતી.

You cannot copy content of this page