આ લોકોએ તો હદ કરી નાખી, બજરંદળના કાર્યકર્તાઓએ પાર્કમાં બેઠેલા કપલના કરાવ્યાં લગ્ન

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રેમના રંગને બજરંગ કર્યો. બજરંગદળના કાર્યકર્તાઓએ રાંચીના પાર્કમાં અનેક કપલને પકડી તેમની સાથે જબરજસ્તી કરી.

બજરંગ દળના કાર્યકર્તા જય શ્રી રામના નારા લગાવી પાર્કમાં ઘૂસ્યા અને અનેક પ્રેમીયુગલને જબરજસ્તી ખદેડ્યા હતા. એટલું જ નહીં એક યુગલના તો લગ્ન પણ કરાવી દીધા.

બજરંગ દળના કાર્યકર્તાઓએ જબરજસ્તી પ્રેમી યુગલોના ફોન છીનવી લીધા અને તેમના ઘરવાળાઓને કોલ કર્યા. સાથે જ પાર્કમાં ફરી ના દેખાવાની ધમકી પણ આપી.

જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ તો પોલીસ સ્થળ પર પહોંચી બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત પ્રેમ યુગલોની અટકાયત કરી. પોલીસનું કહેવું છે કે પોલીસ પાર્કમાં પહોંચી અને જબરજસ્તી કરનારાઓની અટકાયત કરી હતી.

બીજી બાજુ જમશેદપુરના જુબલી પાર્કમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને શિવસૈનિકોએ પ્રેમી યુગલ વિરુદ્ધ જુબલી પાર્ક પહોંચી પ્રદર્શન કર્યું.

બજરંગ દળના લોકોએ પ્રેમી યુગલને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રેમી યુગલ પોતાનો જીવ બચાવી ભાગી ગયા. જોકે, બજરંગ દળ અને શિવસૈનિકોને ધ્યાનમાં રાખી શહેરના પાર્કમાં સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા હતી.

અહીં પોલીસજવાનોની સાથે સાથે દંડાધિકારી પણ નિયુક્ત કરાયા હતા, જેથી પ્રેમી યુગલને કોઇ મુશ્કેલી ન પડે. દંડાધિકારી સરોજ કુમારે કહ્યું હતું કે દેખાવકારોને નીપટવા માટે પોલીસે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઇ વ્યક્તિએ ડરવાની જરૂર નથી.

You cannot copy content of this page