Only Gujarat

Bollywood FEATURED

ચહેરો જોઈને કોઈ ના કહે આ બોલિવૂડમાં સ્ટાર્સ બનશે, પહેલા હતા એકદમ જાડિયા

મુંબઈઃ કોરોના કાળમાં દરેક બોલિવૂડ સ્ટાર પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તે ફિટનેસ અંગે પ્રશંસકોને જાગરૂત પણ કરતાં જોવા મળે છે. અમે તમને આજે એવા સ્ટાર વિશે જણાવીએ જે પહેલાં કરતાં ઘણાં બદલાઈ ગયા છે. પહેલાં તેમનું વજન ખૂબ જ હતું પણ, મહેનતથી તેમણે પોતાનું બોડી નોર્મલ કરી ‘ફેટ ટૂ ફિટ’ થયાં હતાં.

સારા અલી ખાનને પિઝા ખાવાનો ખૂબ જ શોખ હતો. તેમના વધારે વજનને લીધે બાળપણમાં તેમણે વિચાર્યું હતું કે તે ક્યારે એક્ટિંગની દુનિયામાં આવશે કે નહીં? સારા અલી ખાનનું વજન સ્કૂલ દરમિયાન 96 કિલો હતું. કૉલેજના દિવસોમાં તેમણે નિર્ણય કર્યો કે ફિલ્મમાં જ જવું છે ત્યારે તેમણે વજન ઘટાડવાનું શરૂ કર્યું હતું. હવે સારા અલી ખાનની ગણતરી બોલિવૂડની ફિટ એક્ટ્રસમાં થાય છે.

ફિલ્મ ‘દમ લગા કે હઇશા’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રસ ભૂમિ પેડનેકરનો પહેલાં અને અત્યારના લૂકમાં ઘણો ફરક આવી ગયો છે. પહેલી ફિલ્મ સમયે તેમનું વજન 75 કિલો હતું. અત્યારે ભૂમિ એકદમ સ્લિમ ટ્રિમ છે. ભૂમિ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો શેર કરતી રહે છે.

બોલિવૂડના એક્ટર અને ફિલ્મમેકર સતીશ કૌશિક ઘણાં સમય પછી હવે સાર્વજનિક રીતે જોઈ લોકો હેરાન રહી ગયાં હતાં. એવું એટલા માટે કેમ કે તે પહેલાંથી વધુ ફિટ દેખાતા હતાં. સતીશ કૌશિકે 25 કિલો વજન ઓછું કર્યું છે. એટલા માટે સતીશ કૌશિકે અમેરિકામાં એક ડૉક્ટરની મદદ લીધી હતી અને ડૉક્ટરે કહ્યાં મુજબ તેમને ડાયટ અને વર્કઆઉટ કર્યું હતું.

ગાયક અદનાન સામીના વજન અંગે ડૉક્ટરે ચેતવણી આપી હતી. અદનાને કહ્યું હતું કે, તેમનું વજન 230 કિલો થયું તો ડૉક્ટરે તેમને કહી દીધું હતું કે, તેમની પાસે જીવવા માટે છ મહિના જ છે. એવામાં તેમને ગમે તે હાલતમાં વજન ઓછું કરવાનું હતું. ઘણી મહેનત પછી તે તેમનું વજન 70 કિલો કરવામાં સફળ રહ્યાં હતાં.

પોતાના ફિટ બોડીને લીધે અર્જુન કપૂર છોકરીઓ વચ્ચે ખૂબ જ ફૅમશ છે. ઘણી ફિલ્મામાં સિક્સ પેક એબ્સ દેખાડી ચૂકેલાં અર્જુનનું વજન ક્યારે 14 કિલો હતું. જેને લીધે તે હીરો બનવા અંગે વારંવાર વિચારતા હતાં.

You cannot copy content of this page