કરણ પટેલે ગુજરાતી રીવાજ પ્રમાણે કર્યા હતા લગ્ન, પત્નીને પહેલી વખત થયું હતું મિસકેરેજ

મુંબઈ: પોપ્યુલર ટીવી શો ‘યે હૈ મોબબ્બતે’માં રમન ભલ્લાનો રોલ કરનાર ગુજરાતી એક્ટર કરણ પટેલ 14 ડિસેમ્બરે પિતા બન્યો હતો. તેના ઘરે નાની પરી આવી છે. દીકરીના જન્મના થોડાક દિવસ બાદ કરણ અને તેની પત્ની અંકિતાએ દીકરીના ફોટો શેર કર્યા હતા. જોકે તેમણે દીકરીનો ચહેરો દેખાડ્યો નહતો. પણ હવે લાડલીના જન્મના 44 દિવસ બાદ કપલે દીકરી મેહરનો ચેહરો દેખાડ્યો છે.

કરણ અને અંકિતાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. કરણની ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોબબ્બતે’ બંધ થઈ ગઈ છે. આ સીરિયલમાં કરણની પત્નીનો રોલ દિવ્યંકા ત્રિપાઠીએ કર્યો હતો. કરણ અને અંકિતા લગ્નના 4 વર્ષ બાદ પેરેન્ટ્સ બન્યા છે. કપલે 2015માં ગુજરાતી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.

એક વર્ષ પહેલાં પણ કરણની પત્ની પ્રેગ્નન્ટ થઈ હતી, પણ પાંચ મહિનામાં જ તેનું મિસકરેજ થઈ ગયું હતું. અંકિતા ભાર્ગવ જૂન 2018માં 4 મહિનાની પ્રેગ્નન્ટ હતી. બાળક આવવાની ખુશીમાં કપલે બેબી બંપ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. એટલું જ નહીં અંકિતાએ મેડિટેશન ક્લાસ, પિલાટે અને વધુને વધુ વોક કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી તેની પહેલી ડિલીવરી નોર્મલ થઈ શકે. પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. 20 જૂન,2018માં તેનું મિસકરેજ થઈ ગયું હતું.

અંકિતાની ડિલિવરી નવેમ્બર-2018માં થવાની હતી અને કરણ આને લઈને ખૂબ એક્સાઇટેડ હતો. એપ્રિલમાં તેમણે પોતે સોશ્યલ મીડિયામાં આ વાતની જાહેરાત કરી હતી. જોકે મિસકરેજ બાદ કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘‘હવે અમે આ ઘટનામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. આ એક ફિલ્મ હતી, જે રીલિઝ ન થઈ શકી, પણ શો હંમેશા ચાલતાં રહેવા જોઈએ’’

અંકિતાએ કરણ સાથે 3 મે, 2015ના રોજ મુંબઈમાં ગુજરાતી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. અંકિતાએ ‘સંજીવની’, ‘દેખા એક ખ્વાબ’, ‘એક નઈ પહેચાન’, ‘સજદા તેરે પ્યાર મેં’, ‘રિપોર્ટર્સ’ ‘જીવનસાથી’ અને ‘યે પ્યાર ના હોગા કમ’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે અંકિતા ભાર્ગવ ‘યે હૈ મોહબ્બતે’માં કરણ પટેલના ઓનસ્ક્રીન સસરાનો રોલ નિભાવી ચૂકેલા અભય ભાર્ગવની પુત્રી છે.

કરણ પટેલે કરિયરની શરૂઆત 2000માં આવેલી સીરિયલ ‘કહાની ઘર ઘર કી’થી કરી હતી. ત્યાર પછી કરણ ‘કસોટી જિંદગી કી’, ‘કેસર’, ‘કાવ્યાંજલિ’, ‘કસમ સે’, ‘કરમ અપના-અપના’ અને ‘કસ્તૂરી’ જેવી સીરિયલ્સમાં જોવા મળ્યો હતો. પણ કરણને સૌથી વધુ ઓળખ ‘યે હૈ મોબબ્બતે’માં રમન ભલ્લાના રોલથી મળી હતી. તેની અને દિવ્યંકા ત્રિપાઠીની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

રસપ્રદ વતા એ છે કે સોશ્યલ મીડિયા પર ‘મેહર કા ફેન ક્લબ’નામથી એક પેજ અત્યારથી બની ગયું છે. મેહરની પહેલી તસવીર આ પેજથી શેર કરવામાં આવી હતી. કેટલાક રિપોર્ટ્સ મુજબ મેહરનો આ ફોટો મમ્મી અંકિતાએ જ શેર કર્યો હતો, પણ થોડીક મનિટો પછી તેણે પોતાની પોસ્ટ ડિલિટ કરી નાંખી હતી.