Only Gujarat

FEATURED National

ટિકટોક સ્ટાર સિયા કક્કર આપઘાત કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક

જાણીતી 17 વર્ષિય ટિકટોક સ્ટાર સિયા કક્કરે દિલ્હીની ગીતા કોલોની સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. બુધવાર 24 જુનની રાતે પોલીસને સિયાની આત્મહત્યા કરવાની જાણ થઇ. આત્મહત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી. સિયા સોશિયલ મીડિયા પર કેટલીક ફેમસ હતી તે વાતનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ટિકટોક પર તેના 11 લાખ અને ઇંસ્ટાગ્રામ પર અંદાજે એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

પારિવારિક સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સિયાને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી હતી. જિલ્લા પોલીસ ઉપાયુક્ત અમિત શર્માનું કહેવું છે કે હાલ પોસ્ટમોર્ટમ કરાવી સિયાનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે સિયા કક્કર પરિવારની સાથે ગીતા કોલોની 13 બ્લોકમાં રહેતી હતી. પરિવારમાં પિતા ઇંદર કક્કર, માતા અને એક ભાઇ બહેન છે. સિયા ડીયુની એક કોલેજમાં કોલેજ કરી રહી હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી સિયા ડાંસનો વીડિયો બનાવી રહી હતી. આ વીડિયોને તે ટિકટોક સિવાય ઇંસ્ટાગ્રામ અને યૂટ્યુબ પર પણ શેર કરતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ટિકટોકના કારણે સ્ટાર બની ગઇ હતી. તેનું કામ એટલું પસંદ કરવામાં આવતું હતું કે લોકો તેના વીડિયોની રાહ જોતા હતા. તેના સમગ્ર કામની દેખરેખ માટે એક મેનેજર અર્જુન સરીનને નોકરી પર રાખવામાં આવ્યો હતો.

સિયાનું સંપૂર્ણ કામ મેનેજર અર્જુન જ જોતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારની રાતે 9.30 વાગ્યે ગીતા કોલોનીની એક હોસ્પિટલ તરફથી સિયાના સુસાઇડની સૂચના મળી. હોસ્પિટલ પહોંચવા પર પરિવારે પોલીસને જણાવ્યું કે સિયાએ પોતાના રૂમમાં પંખા પર લટકીને ફાંસી લગાવી લીધી.

મૃતદેહને કબજામાં લીધા બાદ પોલીસ તથા ક્રાઇમ ટીમને સિયાના રૂમની તપાસ કરી. શરૂઆતી તપાસ બાદ પોલીસે તેના મૃત્યુને આત્મહત્યા હોવાનું શંકા વ્યક્ત કરી. પોલીસે સિયાના રૂમમાંથી તેનો મોબાઇલ, લેપટોફ અને કેટલાક દસ્તાવેજ કબજે કર્યા હતા. પોલીસે સિયાના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page