Only Gujarat

National

23 વર્ષની છોકરીએ 25 દિવસમાં બનાવ્યું અફલાતૂન ઘર: લિવિંગ રૂમ, કીચન-બાથરૂમ સહિતની ફેસિલિટી

વર્ષ 2019માં થયેલા એક સ્ટડી મુજબ ભારત સૌથી વધુ વિકસિત દેશમાંથી એક છે. જોકે, આ સ્ટડી એમ પણ કહે છે કે દેશના છ કરોડથી વધુ લોકો પાસે રહેવા માટે ઘરની પણ સુવિધા નથી. આપણા દેશમાં ઘણાં લોકો અસ્થાયી ઘર જેવી કે, ઝૂંપડીઓ અથવા ભૂંસામાંથી બનેલાં ઘરમાં રહે છે. તો કેટલાક લોકો બેકાર શિપિંગ કન્ટેનરમાં રહેવા માટે મજબૂર છે. જોકે, શિપિંગ કન્ટેનરમાં ગરમીના સમયે રહેવું અશક્ય છે. જેને લીધે આ લોકોને પોતાનું ઘર વારંવાર બદલવું પડે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે તેલંગાણાના બોમ્મકલ ગામની 23 વર્ષીય પેરાલા માનસા રેડ્ડીને એક વિચાર આવ્યો છે. તેણે હોંગકોંગના OPodમાંથી પ્રેરણા લઈ એક સસ્તું ‘OPod Tube House’ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હોંગકોંગની‘James Law Cybertecture’ નામની કંપનીએ સૌથી પહેલાં આ રીતના નાના OPod ઘર બનાવવાની શરૂઆત કરી હતી.

માનસાએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબથી સિવિલ એન્જિનિયરિંગની સ્ટડી કરી છે. તેણે જણાવ્યા મુજબ, ‘આ પાઇપને તેલંગાણાના એક મેન્યુફેક્ચરર પાસેથી મંગાવી હતી. તેઓ પાઇપને અમારી જરૂરિયાત મુજબ નાની મોટી સાઇઝમાં આપવા માટે તૈયાર થયાં હતાં. જોકે, આ પાઇપ ગોળાકારમાં હતી છતાં પણ ઘરમાં ત્રણ લોકોનો પરિવાર આરામથી રહી શકે છે. સાથે જ ગ્રાહકોની જરૂરિયાત મુજબ 1 BHK, 2 BHK અને 3 BHK ઘર પણ બની શકે છે.’ તેણે વધુમાં જણાવ્યું કે, ‘આ ઘર બનાવવા માટે માત્ર 15થી 20 દિવસ જ લાગે છે.’ દેશમાં આવા ઘણાં ઓછી કિંમતના ઘર બનાવવાની આશાથી માનસાએ ‘Samnavi Constructions’ નામનું એક સ્ટાર્ટઅપ પણ લોન્ચ કર્યું છે.

અસ્થાયી લોકોની મુશ્કેલી સમજીઃ બોમ્મકલના નાના ગામની માનસાએ તેનું શિક્ષણ ‘તેલંગાણા સોશિયલ વેલફેર રેસિડેન્શિયલ એજ્યુકેશન સોસાયટી’થી કર્યું છે. હાઈસ્કુલ પાસ કર્યાં પછી તેણે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગની સ્ટડી કરી છે.

માનસાએ જણાવ્યું કે, ‘તેલંગાણાના સ્લમ વિસ્તારમાં સ્વયંસવિકા તરીકે કામ કરતાં-કરતાં તેને સિવિલ એન્જિનિયરિંગ કરવાનો વિચાર આવ્યો હતો.’ તેણે વધુમાં જણાવ્યું કે, ‘મેં હંમેશાં જોયું છે કે, ઘણાં પરિવાર એવા છે જેમના બાળકો પણ સ્ટીલની શીટ અને મોટા પ્લાસ્ટિકના કવરથી બનેલાં અસ્થાયી ઘરમાં રહે છે. તો કેટલાક લોકો શિપિંગ કન્ટેનરમાં, તો કેટલાક લોકો વાંસના બનેલાં ઘરમાં રહે છે. તેમાં રહેતાં દરેક પ્રવાસી મજૂર હતાં. એટલે તે ઘરમાં એક વર્ષથી વધારે રહેતાં નહોતાં.’

તેણે વધુમાં કહ્યું કે, ‘ગરમીની ઋતુમાં વધતાં તાપમાન અથવા ચોમાસામાં વધતાં પાણીને લીધે તે આ ઘરને ખાલી કરી દે છે. જોકે, તે કોલેજના પોતાના પહેલાં વર્ષથી જ પ્રવાસી મજૂરોની આ મુશ્કેલીઓને જોઈ રહી હતી. પણ સ્ટડી દરમિયાન તેને ક્યારેય આ મુશ્કેલીઓનું સમાધાન કરવાની તક મળી નથી. તે, ગયાં વર્ષે માર્ચ 2020માં જ્યારે ઘરેથી એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષ માટે સ્ટડી કરવા જતી હતી ત્યારે તેને પોતાના આઈડિયા પર કામ કરવાની યોજના બનાવવા માટે ઘણો સમય મળ્યો હતો.’

માનસાએ કહ્યું કે, ‘મેં ઘણીવાર જોયું છે કે બેઘર લોકો રોડના કિનારે બેકાર પડેલાં સીવેજ પાઇપમાં રહેતાં હતાં. ત્યારે મને વિચાર આવ્યો કે, જો હું આ સીવેજ પાઇપને થોડાંક વધુ મોટા અને એક પરિવારની જરૂરિયાત મુજબ બેસિક સુવિધાથી સજ્જ બનાવી દઉં તો, તે લોકોને એક સ્થાયી ઘર મળી જશે.’ આ રીતે પૉડ-સ્ટાઇલ એટલે કે ગોળાકારના નાના ઘર બનાવવાનો વિચાર તેમને જાપાન અને હોંગકોંગના ઓછી કિંમતના ઘર વિશે મહિનાઓ સુધી રિસર્ચ કર્યા પછી આવ્યો હતો. આ ઉપરાંત તેણે ઓનલાઇન ઘણાં રિસર્ચ પેપર પણ વાંચ્યા હતાં. જેને લીધે તેણે ઓછી જગ્યામાં ઓછી કિંમતના ઘર બનાવવાની રીતમાં ઘણી મદદ પણ મળી.

પ્રોટોટાઇપ ડિઝાઈનઃ 2020ના અંતમાં જ્યારે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી હતી ત્યારે માનસાએ તેલંગાણાના સિદ્દીપેટના એક સીવેજ પાઇપ મેન્યુફ્રેક્ચરરનો સંપર્ક કર્યો હતો. તેણે ત્યાંથી એક લાંબી સીવેજ પાઇપ મંગાવી હતી. માનસાએ જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટને પુરો કરવામાં તે કંપનીએ મારી ખૂબ જ મદદ કરી છે. હું તે કંપનીનું નામ જણાવવા માગતી નથી, પણ તેમણે મને બે સીવેજ પાઇપને જોડીને એક મોટી પાઇપ બનાવી દીધી છે. જેથી મારા બનાવેલા પૉડ-સ્ટાઇલ ઘરમાં સારી જગ્યા બની ગઈ છે.’ આ ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું કે, તેણે પાઇપની ઉંચાઈનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. જોકે,કોઈ વ્યક્તિને અંદર ઊભા રહેવા માટે યોગ્ય જગ્યા મળી શકે. તેમણે ઘરને ગરમીથી તથા ઠંડા રાખવા માટે બહારની સપાટી પર સફેદ કલરનો ઉપયોગ કર્યો છે.

માનસાએ આ પ્રોજેક્ટને પુરો કરવા માટે પોતાની મા પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતાં. આ રૂપિયાથી તેણે પાઇપ, ઘરના દરવાજા, બારીની ફ્રેમ, બાથરૂમ અને લાઇટ ફિટિંગ તથા બાકી જરૂરિયાતનો સામન ખરીદ્યો હતો.માનસાએ કહ્યું કે, ‘જ્યારે હું ત્રીજા ધોરણમાં હતી, ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારથી મા જ મારી અને નાની બહેનની જવાબદારી ઉઠાવી રહી છે. મારા પિતાના નિધન પછી ઘરનો ખરચો ચલાવવા માટે તેમણે અનાજની ખેતી શરૂ કરી, જે તે આજ સુધી કરે છે. તેમણે મારા પ્રોજેક્ટમાં સાચા દિલથી સાથ આપ્યો અને આ માટે તેમણે લોન પણ લીધી.’

માનસાએ 2 માર્ચ, 2021થી ઘર બનાવવા માટે કામ શરૂ કર્યું હતું. એટલા માટે તેમણે પોતાના સંબંધી પાસે મળેલી જમીનનો ઉપયોગ કર્યો હતો. તેણે 28 માર્ચ સુધીમાં એક નાનકડું 1 BHK ઘર બનાવીને તૈયાર કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, ‘આ ઘર 16 ફૂટ લાંબુ અને 7 ફૂટ ઊંચુ છે. જેમાં એક નાનો લિવિંગ રૂમ, એક બાથરૂમ, કિચન અને સિંક સાથે એક બેડરૂમ પણ છે. જેમાં એક ક્વીન સાઇઝ બેડ આરામથી રાખી શકાય છે.’

200 ઓડર્સ મળ્યાઃ આ ઘરની અંદર રહી શકાય છે કે, નહીં તે જાણવા તેણે એક પ્રવાસી મજૂરને ત્યાં સાત દિવસ સુધી રહેવા માટે મનાવ્યા હતાં. તે માનસાની કન્સ્ટ્રક્શન ટીમમાં કામ કરતાં હતાં.

તેણે જણાવ્યું છે કે, ‘અમે તેમને લાઇટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધા સાથે જમવાનું પણ આપ્યું હતું. તે ઘરમાં આરામથી સાત દિવસ સુધી રહ્યા અને અમને કેટલાક ફિડબેક આપ્યા હતાં. જેવા કે બાથરૂમ ક્યાં હોવું જોઈએ. ઘરમાં વેન્ટિલેશન માટે વધારે બારી હોવાની સાથે બીજી વાત પણ જણાવી, જેને હું આમાગી પ્રોજેક્ટને તૈયાર કરતાં સમયે જરૂર ધ્યાનમાં રાખીશ.’ માનસાએ પોતાના OPod ઘરના લોન્ચવાળા દિવસે જ પોતાની કંપની ‘Samnavi Constructions’ને પણ લોન્ચ કરી હતી. આ કંપનીને તેમણે LPUના જ બિઝનેસ મેનેજમેન્ટના એક વિદ્યાર્થી નવીન રેડ્ડી સાથે મળીને શરૂ કરી છે. માનસા અત્યારે 2, 3 અને 4 BHK Opod ઘર ડિઝાઈન કરવાનું કામ કરી રહી છે.

માનસાને અત્યારસુધી કેરળ, તામિલનાડું, આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત ઘણાં રાજ્યમાંથી OPod ઘર બનાવવા માટે 200થી વધારે ઓર્ડર મળ્યા છે, પણ લોકડાઉન અને કોરોનાને લીધે લાગૂ પ્રતિબંધોને લીધે અત્યારસુધી આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું નથી. (માહિતી સોર્સ- બેટર ઈન્ડિયા)

 

You cannot copy content of this page