Only Gujarat

Business FEATURED

માર્કેટમાં આવી રહી છે 7 સીટર હ્યુન્ડાઈ ક્રેટા, જાણો ક્યારે થશે લોન્ચ

હ્યુન્ડાઈ ક્રેટા કંપનીની સૌથી પોપ્યુલર કારમાંથી એક છે. આ કારનું 7 સીટર વર્જનની ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યાં છે. હવે 7 સીટર ક્રેટાની લોન્ચિંગને લઇને નવી જાણકારી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં પહેલા આ કાર ચીનમાં લોન્ચ થશે. ચીનની બજારમાં આ વર્ષના અંત સુધીમાં આ કાર પહોંચી શકે છે. ત્યારબાદના વર્ષ 2021ની શરૂઆતમાં આ કાર ભારતી બજારમાં દસ્તક દઇ શકે છે.

આ કાર હાલમાં જ કોરિયામાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. નવી ક્રેટામાં પહેલાથી વધુ સ્પેસ મળશે. સાથે જ આ કાર પહેલાથી વધુ પ્રીમિયમ ટચની સાથે આવશે. નવી 7 સીટર ક્રેટા 5 લીટર મોડલ જેવા અલોય વીલ્ઝ આપવામાં આવ્યા છે. જો કે તેના પ્રોડક્શન મોડલમાં પહેલાથી જ મોટા 17 ઇંચ ક્લીન સિલ્વર અલોય વીલ આપવામાં આવ્યા છે. રસ્તા પર નજર આવેલા મોડલનું રિયર કવર હતું પરંતુ એતો સ્પષ્ટ છે કે કારમાં થર્ડ રોલ માટે જગ્યા બનાવવા માટે પહેલાથી જ લાંબી રિયર ઓવરહેંગ કરવામાં આવી છે.

7 સીટર ક્રેટા ઇન્ડિયન માર્કેટમાં મહિન્દ્રા XUV500, ટાટા ગ્રેવિટ્સ અને MG હેક્ટર પ્લસ જેવી એસયુવીને ટક્કર આપશે. ક્રેટા ભારતીય બજારમાં સૌથી સફળ કારમાંથી એક છે. કંપની 7-સીટર Hyundai Cretaની લાંબા સમયથી ટેસ્ટિંગ કરી રહી છે.

7 સીટર ક્રેટા અંગે હાલમાં જ એવી જાણકારી સામે આવી છે કે આ કાર Hyundai Alcazar નામથી લોન્ચ થઇ શકે છે. હ્યુન્ડાઈ મોટર કંપનીએ ભારતમાં Alcazar નામ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઇલ કર્યું છે. ત્યારબાદથી આ અટકળો વહેતી થઇ રહી છે કે આ કારને નવા નામથી ભારતીય બજારમાં ઉતારી શકાય છે.

કંપનીએ ક્રેટાનું નવું મોડલ માર્ચ 2020માં લોન્ચ કર્યું હતું. નવી હ્યુન્ડાઈ ક્રેટાને ત્રણ એન્જીન ઓપ્શનમાં બજારમાં ઉતાર્યું છે. જે કિઆ સેલ્ટોસ પાસેથી લાગવામાં આવ્યા છે. જેમાં 1.4 લીટર ટર્બોચાર્ઝ પેટ્રોલ એન્જીન અને 1.5 લીટરના પેટ્રોલ અને ડીઝલ એન્જીલ સામેલ છે.

1.5 લીટર વાળા પેટ્રોલ અને ડીઝલ એન્જીન 113 bhpનો પાવર અને 144 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. ટર્બો-પેટ્રોલ એન્જીન 138 bhpનો પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રણ એન્જીન બીએસ6 કમ્પ્લાયંટ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page