Only Gujarat

FEATURED National

પ્રેમિકાની હત્યા કર્યાં બાદ પ્રેમીએ જાતે જ પોતાનું કાપ્યું ગળું પણ તે…..

રાજસ્થાનના અલવર જિલ્લાના સદર થાના ક્ષેત્રમાં એક યુવકે ગુરુવાર 25 જુને પોતાની પ્રેમિકાની ગળું રહેંસી હત્યા કરી દીધી ત્યારબાદ યુવકે પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક મકાન બનાવતા મિસ્ત્રીનું કામ કરતે છે. મૃતક મહિલાના બે બાળકો છે. વણઝારા જાતિની મહિલા પોતાના પતિ અને બાળકો સાથે મજુરી કરી પાલી જિલ્લાથી અલવર આવી હતી. તે ઝૂપડપટ્ટી બનાવી શાલીમાર સોસાયટી પાસે રહેતી હતી.

ગુરુવાર 25 તારીખની સવારે મહિલા 30 વર્ષના પોતાના પ્રેમી મુકેશ જાટવ મિસ્ત્રીની બાઇક પર બેસી આવી હતી અને વિજ્ઞાન નગર સોસાયટીની ખાલી પડેલી જમીનમાં મુકેશે બાઇક રોકી પ્રેમિકાની કોઇ વાતથી નારાજ થઇને મારપીટ શરૂ કરી દીધી. ત્યારબાદ મુકેશે ચાકુથી મહિલા પર ગળા અને શરીર પર અનેક વખત વાર કર્યો જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું.

ત્યારબાદ મુકેશે થોડે દૂર જઇ પોતાના ગળા પર ચાકુથી વાર કરી ખુદને પણ ઘાયલ કરી લીધો. ઘટના સ્થળ પર મૃતકા અને ઘાયલ યુવકનું જમવાનું ટિફિન પણ મળી આવ્યું છે. બંને કામ પર જવા માટે ઘરેથી નિકળ્યા હતા પરંતુ ઘરથી થોડે દૂર જ આ ઘટનાને યુવકે અંજામ આપ્યો.

યુવક મુકેશ મકાન નિર્માણ કાર્યમાં મિસ્ત્રી તરીકે કામ કરે છે જ્યારે તેની પ્રેમિકા મજુરી કામ કરતી હતી. કામ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો. બે બાળકોની માતા પાલી જિલ્લાથી પતિ સાથે અલવરમાં કામ કરવા આવી હતી. પતિ અને બાળકો સાથે ઝૂંપડપટ્ટી બનાવી શાલીમાર સોસાયટી પાસે રહેતી હતી.

સૂચના બાદ ઘટના સ્થળે પહોંચેલી સદર થાના પોલીસે મૃતદેહને રાજીવ ગાંધી હોસ્પિટલની મોર્ચરીમાં રાખ્યો છે. ઘટના સ્થળ પર એફએસએલની ટીમ તપાસમાં લાગી છે. ઘાયલ યુવક મુકેશ જાટવને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહી છે.

પોલીસ અધિક્ષક અલવર મીણાએ જણાવ્યું કે મિસ્ત્રીનું કામ કરતા મુકેશ જાટવે પ્રેમિકા મહિલા તાઉ દેવી પત્ની સરદાર ઉંમર 30 વર્ષ જે ધોલીદૂબમાં રહેતી તેની ચાકુથી ગળું કાંપી હત્યા કરી દીધી. ત્યારબાદ પોતે પણ ગળું કાંપી નાખ્યું. મૃતક યુવક મકાન બનાવવાનું કામ લઇને મિસ્ત્રી કામ કરે છે. જ્યારે મહિલા તેની પાસે મજુરી કામ કરતી હતી. આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page