Only Gujarat

Bollywood FEATURED

ક્યારે શરૂ થશે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ? જાણો પ્રોડ્યુસરે શું કહ્યું?

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પ્રોડ્યુસર્સને સિરીયલ્સનું કેટલીક શરતો સાથે શૂટિંગ શરૂ કરવા મંજૂરી આપી છે. જેમાં સૌથી ખાસ એક્ટર અને ક્રૂમેમ્બર્સની સેફ્ટી, સેટને સેનેટાઇઝ કરવો, સેટ પર ડૉક્ટર્સ અને એમ્બયલન્સ રાખવી, સેટ પર ઓછામાં ઓછા લોકો હાજર રહે અને ખાસ 65 વર્ષથી મોટી ઉંમરના લોકોને શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે. એવામાં સિરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ગોકુલ ધામ સોસાયટીમાં, જેમાં અનેક એક્ટર અને ક્રૂમેમ્બર્સ પણ છે અને દરેક મહત્ત્વના પણ છે. એવામાં પ્રોડ્યુસર અસિત મોદીને મોટી મુશ્કેલી થઈ રહી છે કે, શૂટિંગ કરવું તો કેવી રીતે કરવું?

1.‘તારક મહેતા…’ સિરીયલનું શૂટિંગ ક્યારે શરૂ થશે?
અસિત મોદીએ જણાવ્યું કે, ‘સરકારે જે ગાઇડલાઇન આપી છે તે મુજબ અમારે શૂટ કરવું પડશે અને અત્યારે તેના પર કામ ચાલી રહ્યું છે. ટીમ્સ અને એક્ટર્સ સાથે ડિસ્કશન થઈ રહ્યું છે પણ દરેકને ડર છે કે આ કેવી રીતે સંભવ થશે.’

2. કેવી રીતે ગાઇડલાઇન્સનું પાલન કરશો?
‘નવી ગાઇડલાઇન મુજબ સેટ પર હંમેશા એક ડૉક્ટર હોવો જોઈએ જે પોસિબલ નથી, કેમ કે પહેલાં જ ડૉક્ટર્સની અછત છે. દિવસ દરમ્યિન ડૉક્ટર સેટ પર કરશે શું? મારું માનવું છે કે ડૉક્ટરને સ્ટેન્ડબાય પર રાખવો જોઈએ, જ્યારે જરૂર હોય ત્યારે બોલાવી લેવાય.’આ ઉપરાંત અસિત મોદીએ કહ્યું કે, ‘જે બીમાર છે તેમણે સેટ પર નહીં બોલાવીએ પણ, 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને બોલાવવા એવું હોય તો KBCનું પણ શૂટિંગ થઈ શકશે નહીંય આ માટે પરમિશન લેવી પડશે કેમ કે સિરીયલ્સ અને ફિલ્મોમાં ઘણાં એવાં એક્ટર્સ છે જે ઘરડાં છે.’

3. ક્યારે શૂટિંગ શરૂ થશે?
‘શૂટિંગ આટલી જલદી શરૂ કરવું સરળ નથી. અત્યારે પેપર વર્ક ચાલી રહ્યું છે અને સાથે જ અમે દરેક તૈયારી કરી રહ્યા છીએ પણ બધુ જોઈ વિચારીને જ શૂટ શરૂ કરશું, અને તે વાત પણ સાચી છે કે અમારે અમારા દર્શકો માટે શૂટ જલદી શરૂ કરવું છે પણ અત્યારે સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે કેમ કે, હવે સ્ટોરી અને રોલમાં પણ ફેરફાર કરવો પડશે.’

4. ક્યારે દયાબેન એટલે કે દિશા વકાની પાછા આવશે?
‘અમે પ્રયત્ન તો કરી રહ્યા છીએ કે દયાબેન પાછા આવી જાય પણ, તેઓ તેમના અંગત કારણોથી આવી શકતા નથી. પણ કોઈના ના આવવાથી શો તો રોકી શકાતો નથી ચલાવવો જ પડે છે ભલે તે કેરેક્ટર હોય કે ના હોય. હું સમજાવવાનો પ્રયત્ન કરી શકુ છું પણ આગળ એક્ટરની મરજી તેમને આવવું હોય ત્યારે મારા તરફથી તેમનું હંમેશા માટે સ્વાગત છે.’

જોકે, એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, મિસ્ટર અય્યર હવે સિરીયલને અલવિદા કહેવાના છે, જેના પર પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું કે, આ અફવા છે એવું કંઈ નથી.

અત્યારે તો પ્રોડ્યુસર અસિત મોદી તેમના શોના એક્ટર્સ અને ટીમ સાથે શૂટ શરૂ કરવાની તૈયારીમાં છે પણ તેમનું માનવું છે કે, સરકારની દરેક શરત સાથે શૂટ કરવું એટલું જલદી સરળ નથી.

એટલે કે, દર્શકોએ તેમની ફેવરિટ સિરીયલ, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ જોવા માટે ઘણી રાહ જોવી પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page