Only Gujarat

National

દીકરી પહેલી સેલેરીમાંથી પિતાની ચાની દુકાન કરાવશે રિપેર, પિતાની આંખમાં હર્ષના આંસુ

હૈદરાબાદમાં 19 જૂને એરફોર્સ ટ્રેનિંગ એકેડમીમાં એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયાની સામે જ્યારે આંચલ ગંગવાલ માર્ચ પાસ્ટ કરી રહી હતી ત્યારે 1500 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક ચાવાળાની આંખ ભીની થઇ ગઇ. આવા ખુશીના અવસર સુરેશની જિંદગીમાં બહુ ઓછા આવ્યાં છે. આ અવસરે સુરેશે જિંદગીમાં પહેલી વખત અનુભવ્યું કે., ખુશીના અવસરે આંખમાંથી હર્ષના પણ આંસુ છલકી આવે છે. લાંબી સંઘર્ષભરી જિંદગીમાં ક્યારેય આવી ગૌરવ કે, ખુશીની પળ ન હતી અનુભવી. નીમચના ચાવાળા સુરેશની દીકરી હવે ફ્લાઇંગ ઓફિસર બની ગઇ છે.

કોરોના મહામારીના કારણે પહેલી વખત પાસિંગ આઉટ પરેડમાં કેડેટસના પેરેન્ટસને આમંત્રણ ન હતું આપવામાં આવ્યું. આંચલે આ અવસરે જણાવ્યું હતું કે,” દરેક સંતાનની ઇચ્છા હોય છે કે, જ્યારે તેમના સપના સાકાર થતાં હોય ત્યારે આ દ્રશ્યોના સાક્ષી તેમના માતા પિતા બને. પરંતુ અફસોસ તે હૈદરબાદ ન આવી શક્યા. જો કે તેમણે ઓનલાઇન આખી ઇવેન્ટ જોઇ હતી. હું જે પણ હાંસિલ કરી શકી છું. તે મારા માતા પિતાની તપસ્યાના કારણે કરી શકી છુ.”એરફોર્સમાં ફ્લાઇંગ ઓફિસર બનવા માટે આંચલે સબ ઇન્સ્પેક્ટર અને લેબર ઇન્સ્પેક્ટરની નોકરી છોડી દીધી હતી માત્ર એક જ લક્ષ્ય બનાવીને એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ આપતી રહી. આંચલને છઠ્ઠા પ્રયાસે સફળતા મળી.

સ્કૂલ સમયથી મેઘાવી વિદ્યાર્થિની આંચલે યૂપીએસસી ક્વોલિફાઇ કરીને ક્લેક્ટર બનવા ઇચ્છતી હતી. તેમના પિતા સુરેશ ગંગવાલે જણાવ્યું કે, ઉત્તરાખંડમાં કેદરનાથમાં આવેલ આફતે આંચલની કારર્કિદીની દિશા બદલી નાખી. આ સમયે કેદારનાથમાં જે રીતે એરફોર્સે લોકોની મદદ કરી હતી. તે જોઇને આંચલે પણ નક્કી કરી લીધું કે, તે પણ એરફોર્સમાં સામેલ થઇને દેશની સેવા કરશે. આંચલ પહેલા પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર માટે પસંદ થઇ. જો કે સાડા ત્રણ મહિનાની ટ્રેનિંગ બાદ આંચલે આ નોકરીમાંથી રાજીનામુ આપી દીધું.

ચા વેચીને ત્રણ સંતાનને ભણાવનાર પિતા સુરેશે દીકરીને નોકરીમાંથી રાજીનામુ ન આપવા માટે ખૂબ સમજાવી હતી પરંતુ તેમનું લક્ષ્ય આ ન હતું, તેમણે કોઇની વાત ન માની અને રાજીનામું આપી દીધું. ત્યાર બાદ તે લેબર ઇન્સ્પેક્ટર માટે સિલેક્ટ થઇ ગઇ પરંતુ તેની ઉડાન આસમાન તરફ હોય તેને કોણ રોકી શકે. તેમણે 8 મહિનામાં જ આ નોકરી પણ છોડી દીધી. પિતાએ તેમને બંને વખતે નોકરી ન છોડવાની સલાહ આપી પરંતુ દીકરીની જીદ્દ અને આગળ વધવાની લલક જોઇને પિતાએ પણ દીકરીના નિર્ણયને સ્વીકારી લીધો.

ચા વેચીની ગુજરાન ચલાવનાર સુરેશનો મોટો દીકરો એન્જિનિયર અને દીકરી ફ્લાઇંગ ઓફિસર બની ગઇ છે. જ્યારે સૌથી નાની દીકરી બીકોમ કરી રહી છે. આંચલે જણાવ્યું કે, મુશ્કેલી સામે લડવાના પાઠ પિતાજી પાસેથી શીખી છું. આર્થિક સમસ્યા તો જીવનનમાં આવે છે પરંતુ જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો દરેક સપનાને સાકાર થતાં કોઇ નથી રોકી શકતું. આ સિદ્ધિ બાદ પણ આંચલ એવું નથી ઇચ્છતી કે,પિતા હવે ચા વેચવાનું બંધ કરી દે.

આંચલે જણાવ્યું કે, ” કોઇપણ કામ નાનુ નથી હોતું. ઇમાનદારીથી કરેલ દરેક કામ મોટું છે. આંચલ તેમની સેલેરીમાંથી તેમના પિતાના દુકાનને રિનોવેટ કરાવવા ઇચ્છે છે. જેથી પિતા ઇચ્છે ત્યાં સુધી સારી રીતે આ કામ કરી શકે.”

You cannot copy content of this page