Only Gujarat

National TOP STORIES

પતિને તરછોડી પ્રેમી સાથે સાસરીયાની સામે જ રહેવા લાગી, એક દિવસ થયું એવું કે…

પતિ પત્નીનો સંબંધ એકબીજાના વિશ્વાસ પર ટકેલો હોય છે. પણ ઘણીવાર બંનેમાંથી કોઈ એક દગો આપી તો આ સાત જન્મોના સંબંધ તૂટી જાય છે. જોકે, તમે ઘણાં એવા કિસ્સા પણ સાંભળ્યા હશે કે, પત્ની તેના પતિને છોડીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હોય. આવા ઘણાં મામલામાં પત્ની પ્રેમી સાથે તેના પૂર્વ પતિથી બને એટલું દૂર રહે છે. પણ ગત જુલાઈ મહિનામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક પત્ની પહેલાં તો પોતાના પતિને છોડીને પાડોશી યુવક સાથે ભાગી ગઈ અને પછી પતિના ઘરની સામે જ તેના પ્રેમી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. જોકે, આ પછી જે થયું તે કોઈ બોલિવૂડ ફિલ્મના સીન કરતાં ઓછું નહોતું.

આ સમગ્ર ઘટના હરિયાણાના હિસાર જિલ્લાના અગ્રોહાના એક ગામની છે. અહીં રહેતા એક યુવકના લગ્ન ફતેહાબાદ જિલ્લાના એક ગામમાં રહેતી મહિલા સાથે થયાં હતાં. આ લગ્ન પછી તેમને ત્રણ વર્ષની એક દીકરી પણ છે. લગભગ ત્રણ મહિના પહેલાં તેની પત્ની પાડોશમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ પછી ચાર દિવસે તે પાછી આવી અને પોતાના પ્રેમી સાથે તેના જ ઘરની સામે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી.

આ પછી એક દિવસ યુવતીના પ્રેમીની મા તેમની ત્રણ વર્ષની દીકરીને ગુસ્સામાં પોતાના ઘરે લઈને આવી ગઈ હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ પછી મામલો બગડ્યો અને પીડિતાનો પ્રેમી અને તેના પરિવારના કેટલાક લોકો હથિયાર લઈને પીડિત પતિના ઘરમાં ઘૂસી ગયા અને તેના પર હુમલો કરી દીધો હતો.

આ અંગત ઝઘડામાં બંને પક્ષના આઠ લોકો ઘાયલ થયાં છે. જેમાં પીડિત પતિ, તેમના ભાઈ, પિતા અને ત્રણ વર્ષની દીકરી સામેલ છે. તો પત્ની, પ્રેમી અને તેની મા પણ આ ઝઘડામાં ઘાયલ થયાં હતાં. આ પછી દરેક ઘાયલ લોકોને સારવાર માટે અગ્રોહાની મેડિકલ હોસ્પિટલ મોકલી દાખલ કરવામાં આવ્યા હતાં.

જોકે, મહિલાના પૂર્વ પતિ પક્ષનો આરોપ છે કે, રાતે તેનો પાડોશી ગાળાગાળી કરતો હતો. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તે 30થી 35 લોકોનો લઈને ઘરમાં જબરદસ્તી ઘૂસી ગયો હતો. આ પછી હુમલાખોરોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. બંને પક્ષોની ફરિયાદને આધારે પોલીસે મહિલાના પતિ અને પ્રેમીના પક્ષો સહિત લગભગ 40 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

આ સમગ્ર ઘટના આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. કોઈને વિશ્વાસ નથી કે, એક પત્ની ઘરેથી ભાગી ગયા પછી તેના જ પૂર્વના ઘરની સામે પ્રેમી સાથે રહે છે. આ મામલો દરેક લોકોને વિચિત્ર લાગી રહ્યો છે. કોઈને આશા નથી કે, મહિલા આવું કંઈ કરી શકે છે.

You cannot copy content of this page