Only Gujarat

National

22ની ઉંમરમાં બન્યો IPS, હેન્ડસમ એટલો કે ફિલ્મી હીરો પણ વામણા લાગે

વર્ષ 2018માં એક એવું નામ સામે આવ્યું હતું જે, અચાનક સોશિયલ મીડિયામાં છવાઈ ગયું હતું. આ હેન્ડસમનં જોતાં કોઈ ફિલ્મના હીરો હોય તેવું લાગે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સચિન અતુલકરની. 34 વર્ષીય સચિન એક IAS ઓફિસર છે અને તે રિઅલ જિંદગીમાં સિંઘમ અને સિમ્બા છે. ફિલ્મના દરેક હીરો તેમની આગળ ફેઇલ છે. વાત ભલે સ્માર્ટનેસની હોય, હોંશિયારીની હોય, ફિટનેસની હોય અથવા સંસ્કારોની સચિન દરેક વાતમાં અવ્વલ છે.

વર્તમાનમાં સચિન મધ્યપ્રદેશમાં પોસ્ટેડ છે. તેમની દીવાનગી છોકરીઓમાં આસમાન પર હતી. એક છોકરી એટલી દીવાની હતી કે તે તેમને મળવા માટે પંજાબથી ઉજ્જૈન પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચીને છોકરીએ જણાવ્યું કે, ” સચિનને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તેમની ખૂબ જ મોટી ફેન છે.” જોકે, સચિન તેમને મળ્યા નહીં, સચિનનું કહેવું છે કે, ” તે કામ દરમિયાન કોઈને મળતા નથી અને અંગત જીવનમાં કોને મળવા માંગે છે તે તેમનો ખુદનો નિર્ણય હશે.”

માત્ર હેન્સમ જ નહીં હોંશિયાર પણ છે સચિન
સચિન હેન્ડસમ હોવાની સાથે સાથે ખૂબ જ સમજદાર અને હોંશિયાર પણ છે. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ UPSCની પરીક્ષા પાસ કરી લીધી હતી.

ફિટનેસને આપે છે મહત્ત્વ
સચિન ફિટનેસને ખૂબ જ મહત્ત્વ આપે છે અને આ અંગે તે પોતાના સહકર્મીને પણ પ્રેરિત કરે છે. સચિન ક્યારેક ઘોડેસવારી પણ કરે છે. તે સ્થાનિક રમતમાં ભાગ પણ લે છે. સામાન્ય જનતા સાથે તેમનો વ્યવહાર પણ ખૂબ જ મિલનસાર રહે છે.

યુવાઓ માટે છે આદર્શ
સચિન સહિત IAS ઓફિસર દેશના યુવાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. એક તરફ પોલીસ અને ફિટનેસ પર સવાલ ઊભા કરવામાં આવે છે તો, બીજી તરફ સચિન જેવા પોલીસ અધિકારી ફિટનેસ મામલે એક આદર્શ છે.

You cannot copy content of this page