Only Gujarat

Business TOP STORIES

મુકેશ અંબાણી પોતે તો જન્મદિવસ નથી મનાવતા પણ બીજાને આપે છે કરોડોની ભેટ

મુંબઈઃ મુકેશ અંબાણીનું નામ સંપૂર્ણ વિશ્વમાં જાણીતું છે. તે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. અબજોની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીના બિઝનેસ વિશે તો તમામ લોકો જાણે છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ કેવી છે તે અંગે ઘણા ઓછા લોકો જ જાણે છે. મુકેશ અંબાણી અને તેમના નિકટના લોકો દ્વારા આપવામાં આવેલા ઈન્ટરવ્યૂના આધાર પર અમે તમારી સમક્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિકના વ્યક્તિગત જીવનના રસપ્રદ ફેક્ટ્સ રજૂ કરી રહ્યાં છીએ.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં મુકેશ અંબાણી ઘણા સામાન્ય કપડા પહેરે છે. તેઓ મોટાભાગે સફેદ હાફ શર્ટ અને બ્લેક પેન્ટ અથવા સૂટમાં જોવા મળે છે. મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ દારૂનું સેવન કરતા નથી.

મુકેશ અંબાણી ક્યારેય પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા નથી પરંતુ તેઓ અન્ય લોકોને તેમના જન્મદિવસે મોંઘીદાટ ભેટ આપતા હોય છે. તેમણે પોતાની પત્ની નીતા અંબાણીને તેમના એક બર્થ-ડે પર પ્રાઈવેટ જેટ ભેટમાં આપ્યું હતું. મુકેશ અંબાણી માટે એવું કહેવાય છે કે, તેઓ ગમે તેટલા વ્યસ્ત કેમ ના હોય પરંતુ રવિવારનો દિવસ તો પરિવાર સાથે જ વિતાવવાનું પસંદ કરતા હોય છે.

મુકેશ અંબાણી પોતાના ઘર એન્ટિલિયામાં આવતા મેહમાનોની સરભરામાં પોતે પણ જોડાતા હોય છે. તેઓ મહેમાનની પસંદગી પ્રમાણેનું ભોજન બનાવડાવતા હોય છે અને પોતે જ સર્વ કરે છે.

You cannot copy content of this page