Only Gujarat

Bollywood

વ્હાઈટ ફ્રોકમાં રાજકુમારી લાગી સલમાન ખાનની ભાણી, જોતા જ કરવા લાગશો વ્હાલ

મુંબઇઃ સલમાન ખાની ભાણી અને અર્પિતા ખાનની દીકરી આયત શર્મા અઢી મહિનાની થઇ ગઇ છે. આ અવસર પર અર્પિતાએ સોશિયલ મીડિયા પર દીકરી સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં આયત શર્મા વ્હાઇટ કલરની ફ્રોકમાં પરી જેવી લાગી રહી છે. ફોટોમાં અર્પિતા જ્યાં  બ્લેક કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે તો તેની દીકરી સફેદ ડ્રેસમાં ક્યૂટ લાગી રહી છે. મા-દીકરીની આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક વ્યક્તિએ આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, આની આંખો તો મામા સલમાન ખાન પર ગઇ છે. 

આયતનો જન્મ સલમાન ખાનના બર્થ-ડે એટલે કે 27 ડિસેમ્બરે થયો હતો. આયતના જન્મ પર તેના પપ્પા આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતું કે, અમારા ઘરમાં એક સુંદર દીકરીનો જન્મ થયો છે.

અર્પિતાને ભાઇ સલમાન ખાનના બર્થ-ડે પર સિઝેરીયન કરી ડિલિવરી કરવામાં આવી હતી. અર્પિતાના લગ્ન 2014માં હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં થયા હતા,. અર્પિતાનો દીકરો 2016માં જન્મ્યો હતો.

સલમાનની ભાણીના જન્મના થોડા કલાકોમાં તેનું નામ રાખવામાં આવ્યું હતું. આયુષ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી લખ્યુ કે, તેમણે દીકરીનું નામ આયત રાખ્યું છે.

આયુષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે અમે આ વાત તમામને જણાવી તો સલમાન ભાઇ એક્સાઇડેટ હતા. તેમણે કહ્યું કે, મને એક ગિફ્ટ આપો. એટલા માટે અમે તેમના બર્થ-ડે પર આયતને દુનિયામાં લાવવાનો નિર્ણય લીધો હતો. આયુષે કહ્યુ કે, આ ખૂબ સારું છે કે ભાઇના જન્મદિવસ પર આયત આવી છે.

આયુષે નાની બહેન આયતને લઇને આહિલના રિએક્શની વાત કરી. આયુષે કહ્યું કે, આહિલે વિચાર્યું હતું કે, તેની બહેનની સાઇઝ તેના જેવડી હશે અને તેની સાથે રમશે. આહિલે બહેનને જોઇને કહ્યુ હતું કે પપ્પા આ તો નાની ગુડિયા જેવી છે.

આયુષે કહ્યુ કે હાલમાં આહિલ ત્રણ વર્ષનો છે અને તે બહેનને તોતલી ભાષામાં આયતના બદલે હયાત કહે છે.

ભાણી આયત શર્માને લાડ લડાવતા મામા સલમાન ખાન

સલમાન અને આયતનો આ ક્યૂટ ફોટો સોશિયલ મીડ઼િયા પર ખૂબ વાયરલ થયો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page