Only Gujarat

Bollywood

55ની ઉંમરમાં પણ આ એક્ટરની પાછળ છે છોકરીઓ દિવાની, જોતા જ મણ મણના નાખે નિસાસા!

મુંબઈઃ બોલિવૂડમાં ફિટનેસને મહત્ત્વ આપનાર એક્ટર મિલિંદ સોમન છેલ્લાં બે દાયકાથી ચાહકોને ઈમ્પ્રેસ કરી રહ્યો છે. 55 વર્ષની ઉંમરમાં પણ મિલિંદ ફિટનેસ આઈકન બનેલો છે. સોશિયલ મીડિયામાં તેની ફિટનેસની ચર્ચા અવાર-નવાર થતી હોય છે. ચાહકોને મિલિંદમાંથી પ્રેરણા મળે છે. જોકે, એક સમય એવો પણ હતો કે મિલિંદ રોજની 30-30 સિગારેટ ફૂંકતો હતો. જોકે, મિલિંદ આ ખરાબ આદતોમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો. આજે તે 25 વર્ષના યુવકને પણ શરમાવે તેવો ફિટ જોવા મળે છે.

મિલિંદ સોમનનો જન્મ 4 નવેમ્બર, 1965ના રોજ થયો હતો. એક સમયે મિલિંદ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની જેમ ચેન સ્મોકર હતો અને દિવસમાં 30 સિગારેટ ફૂંકતો હતો. 2004માં તેણે સ્મોકિંગની આદત છોડી હતી. ત્યારબાદ મિલિંદે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. મિલિંદે 6 વર્ષની ઉંમરમાં સ્વિમિંગ શીખ્યું હતું. તેણે સ્વિમિંગ ચેમ્પિયનશિપ પણ જીતી છે.

નવાઈની વાત એ છે કે લાંબી મેરેથોન જીતનાર મિલિંદ સોમનના નામે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. એક્ટરે 2012માં દિલ્હીથી મુંબઈ સુધી 1500 કિમીનું રનિંગ કર્યું હતું અને 30 દિવસમાં પૂરું કર્યું હતું. આ જ કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડમાં લખવામાં આવ્યું છે.

મિલિંદ ફિટનેસ માટે ક્યારેય જીમ જતો નથી અને રોજ રનિંગ કરતો નથી. મિલિંદના મતે જીમ માત્ર બૉડી બિલ્ડિંગ માટે અથવા તો રિહેબ માટે છે. ફિટનેસ માટે જીમ યોગ્ય નથી. મિલિંદ જ્યારે 38 વર્ષનો હતો ત્યારથી જ તેણે જીમ જવાનું બંધ કરી દીધું હતું. 20 વર્ષ પહેલાની તુલનામાં મિલિંદ આજે પણ વધુ ફિટ છે.

મિલિંદે કહ્યું હતું કે તે ફિટ રહેવા માટે સિમ્પલ વર્કઆઉટ કરે છે, જેમાં પુશ અપ્સ તથા રનિંગ સામેલ છે. ફિટ રહેવા માટે જીમમાં જવાની બિલકુલ જરૂર નથી. તેના માટે ફિટનેસ વધુ મહત્વની છે. મિલિંદ રોજ નહીં પરંતુ અઠવાડિયામાં 3 કે 4 વાર રનિંગ કરે છે. આ સાથે જ એક્ટર માને છે કે શરીર દર સમયે એક્ટિવ રહે તે જરૂરી છે.

You cannot copy content of this page